જાફરાબાદ બોટ એસો.ના પ્રમુખની સરકારમાં રજૂઆત
ગુજરાતના સાગર ખેડૂતો ગુજરાત અને ગુજરાત બહાર રાજય સુધી દરિયો ખેડવાની કામગીરી માછીમારો કરી રહ્યા છે ભારત સરકાર દ્વારા બોટોમાં લાયસન્સ અને ઇજગકના સીમકાર્ડ સાથેના સેટેલાઇટ ફોન આપવામાં આવ્યા હતા જેથી માછીમારોને અંદરના વાતાવરણની માહિતી અને માછીમારો તાત્કાલિક સમયસર દરિયા કાંઠે પહોંચી શકતા હતા પરંતુ અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ બંદર પર માછીમારોએ કલેકટર અને રાજય સરકાર સમક્ષ લેખિત પત્ર લખ્યો છે જાફરાબાદના 10 સેટેલાઇટ ફોન બંધ છે અને રેન્જ પણ ઘટાડી દીધી છે જેમાં ઓપરેશન સિંદૂર સમયથી અચાનક રેન્જ ઘટાડી દીધી માત્ર 20 નોટિકલ માઈલ દૂર સુધીજ સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરી શકાય છે જાફરાબાદ માછીમાર આગેવાનો દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામા આવી છે જેમા વાવાજોડા સમયે વાતાવરણ ખરાબ થવાના સમયે આ સેટેલાઇટ ફોન માછીમારોને અતિ મદદરૂપ બને છે તાઉતે વાવાજોડા સમયે કોઇ પણ બોટ સાથે સંપર્ક થતો ન હતો 10 સેટેલાઇટ ફોન મારફતે શિયાલબેટ વિવિધ બંદરના માછીમારોનો સંપર્ક કરતા સમયસર તમામ માછીમારો બચી ચુક્યા હતા ખરાબ વાતાવરણ તોફાન સમયે આ સેટેલાઇટ ફોન એક આશાનું કિરણ હોય છે કેન્દ્ર અને રાજય સરકાર ફરી જે હતી તે રેન્જમાં શરૂ કરવામાં આવે તો માછીમારોને મોટો ફાયદો થશે તેવી માંગ કરવામાં આવી હતી.જાફરાબાદ બોટ એસોસિએશન પ્રમુખ કનૈયલાલ સોલંકીએ જણાવ્યું જાફરાબાદમાં 10 સેટેલાઇટ ફોન છે જે તાઉતે વાવાજોડા સમયે ખૂબ કામ આવ્યા હતા માછીમારો અંદર હતા કોઈ કોન્ટેકટ થતો ન હતો ત્યારે સેટેલાઇટ મારફતે તમામ માછીમારોને કોન્ટેક થયા હતા ફરીવાર રાજય સરકાર અને કેન્દ્ર સરકાર સેટેલાઇન ફોનની 20 નોટિકલ માઇલની રેન્જ વધારવા માટેની માંગણી છે.
