કોંગ્રેસને બે અને ‘આપ ’ને પણ બે બેઠક, બાકીની 60 બેઠકો ભાજપના ફાળે
જેલમાં રહેલા ગુજસીટોકના બે આરોપીઓનો પણ જ્વલંત વિજય, જેમાં એક કોંગ્રેસ અને એક આપના ઉમેદવાર
જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી પછી આજે યોજાયેલ મતગણતરી માં ભાજપ ને વણધારી સફળતા સાંપડી છે. કુલ 64 બેઠક માંથી 60 બેઠકો ઉપર ભાજપે કેસરિયો લહેરાવીઓ છે. જ્યારે બે બેઠક કોંગ્રેસ ને અને બે બેઠક આમ આદમી પાર્ટીને મળી છે. આ ચાર માંથી પણ બે વિજેતાઓ તો જેલ માં છે અને ચૂંટણી જીત્યા છે. જ્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપરાંત ગત ટર્મ માં વિરોધ પક્ષ ના નેતા એવા બંને કોંગ્રેસના ઉમેદવાર નો પરાજય થયો છે. આમ મહાનગરપાલિકામાં હવે વિરોધ પક્ષના માત્ર ચાર સભ્યો રહ્યા છે. તેમાંથી પણ બે જેલમાં છે . આથી હાલ તો બે સભ્યો નો જ વિપક્ષ રહેશે.
જામનગર મહાનગરપાલિકાની 64 બેઠકો માટે ની ચૂંટણીમાંથી એક બેઠક બિન હરીફ જાહેર થયા પછી 63 બેઠકો માટે ગત રવિવારે મતદાન થયું હતું. ત્યાર પછી આજે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 16 વોર્ડ માંથી 15 વોર્ડ માં ભાજપ ની તમામ ચાર સભ્યો ની આખી પેનલ વિજેતા થઈ છે.
જેમાં વોર્ડ નંબર 1 માં જરીનાબેન હાજી સુભાણિયા, સારાબેન ઉમરભાઈ ચમડીયા, ઈસ્માઈલ માણેક અને અમર એમ મોદી, વોર્ડ નંબર 2માં કમળાબેન આલાભાઇ મકવાણા, યોગીતાબા દિલીપસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા અને રિદ્ધિશ વાસુરભાઈ ડેર , વોર્ડ નંબર 3 માં હેતલબેન ગિરીશભાઈ અમેથીયા, કૃષ્ણાબા જયેન્દ્રસિંહ ઝાલા, રાજુ યાદવ , અને સુભાષ ગીરજાશંકર જોશી, વોર્ડ નંબર 4 માં નિશાબેન શૈલેન્દ્ર અસવાર, સોનલબા મહાવીરસિંહ રાણા, આલાભાઇ કાંધાભાઈ ભારાઈ અને જીતેશ વિનોદભાઈ શિંગાળા, વોર્ડ નંબર 5 માં નિકિતાબેન કેતનભાઈ કોટક, નીતાબા ગુલાબસિંહ જાડેજા, માંથીલ મનુભાઈ માડમ અને આશિષ મનુભાઈ જોશી, વોર્ડ નંબર 6 માં જશુબા અનિરુદ્ધસિંહ ઝાલા, નિશા નરેશ ધવલ, રાજુભાઇ હમીરભાઇ કરમુર અને દિપકસિંહ અવધેશસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે.
વોર્ડ નંબર 7 માં શીતલબેન અજયભાઈ વાઘેલા, જ્યોતનાબેન હેમંતભાઈ પાંભર, રાકેશભાઈ બાબુભાઈ ડેર અને સંજય બચુભાઈ મુંગરા, વોર્ડ નંબર 8 માં તૃપ્તિબેન સુનિલ ખેતીયા, સંગીતાબેન ગુઢકા, યોગેશ વિરજીભાઈ કણજારીયા અને મિલન ચંદુલાલ સભાયા, વોર્ડ નંબર 9 માં ધર્મીનાબેન ગુણવંતભાઈ સોઢા, મોનિકાબેન હેમેન્દ્ર વ્યાસ, દર્શન રાજેન્દ્ર શેઠ અને ધીરેનકુમાર પ્રતાપરાય મોનાણી, વોર્ડ નંબર 10 માં આશાબેન નટવર રાઠોડ, મંજુબેન નરસિંહભાઈ બાંભણિયા, એડવોકેટ સંજય દાઉદિયા અને નિલેશ હરગોવિંદભાઈ હાડા, વોર્ડ નંબર 11માં હેતલ દીપેશભાઈ નકુમ, નિર્મળાબેન કિશોરભાઈ વિસરોડીયા, પ્રકાશ તેજાભાઈ રાઠોડ અને પૂર્વેષ ચંદ્રકાંતભાઈ પરમાર, વોર્ડ નંબર 12 માં આપ ના જેનબબેન ઈબ્રાહીમભાઇ ખફી, કોંગ્રેસના સહારા બેન મકવાણા જેલમાં રહેલા આપના ઉમેદવાર અસલમ કરીમ ખીલજી તથા જેલમાં રહેલા કોંગ્રેસના ઉમેદવારભાઈ અલ્તાફ ગફારભાઈ ખફીનો સમાવેશ થાય છે.
વોર્ડ નંબર 13 માં પ્રવિણાબેન જેરામભાઈ રૂપાડીયા, બીતાબેન મુકેશભાઈ લાલવાણી, ધવલ પ્રભુભાઈ નાખવા અને અમર ઈશ્ર્વરભાઈ કનખરા, વોર્ડ નંબર 14 માં શર્મિલાબેન જીતેન નંદા, મનીષ પરસોતમભાઈ કટારીયા અને સુરેશ રામજીભાઈ આલરિયા જ્યારે બીન હરીફ થયેલ ભાજપના રીટાબેન જોટંગીયા નો સમાવેશ થાય છે.
વોર્ડ નંબર 15 માં રમીલાબેન રવજી કણજારીયા, હર્ષાબા પ્રવિણસિંહ જાડેજા, જયસુખ લાધાભાઈ ઢોલરીયા અને દિપક રામજી શ્રીમાળી, વોર્ડ નંબર 16 માં ખ્યાતિબેન મયુરભાઈ મુંગરા, નીતાબા ભગીરથસિંહ જાડેજા, ધનજીભાઈ નાનજીભાઈ કાછડીયા અને પાર્થ પરસોતમભાઈ કોટડીયા નો સમાવેશ થાય છે.
આમ જામનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી એ વધુ એક વખત સત્તા નો સુકાન સંભાળવા તૈયારી કરી છે કારણ કે 64 માંથી 60 બેઠકો ઉપર કેસરિયો લહેરાવ્યોં છે. જ્યારે બે બેઠકો કોંગ્રેસ ને અને બે બેઠકો આમ આદમી પાર્ટી ને મળી છે આ ચાર માંથી પણ બે વિજેતા ઉમેદવારો હાલ જેલમાં છે.
