જૂનાગઢમાં રાજ્યભરના એન.સી.સી. કેડેટ્સ અને તાલીમાર્થીઓએ બેઝિક ખડક ચઢાણની તાલીમ મેળવી

એન.સી.સી. યુનિટના 100 સિનિયર કેડેટ્સ અને ફાયર એન્ડ સેફ્ટી એકેડેમીના 18 તાલીમાર્થીઓએ ખડક ચઢાણ બેઝિક કોર્સ પૂર્ણ કર્યો

રાજ્ય સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જૂનાગઢ ખાતેના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર દ્વારા આયોજિત તથા 8 ગુજરાત બટાલિયન એન.સી.સી., જૂનાગઢ દ્વારા પ્રાયોજિત ખડક ચઢાણ બેઝિક કોર્સ તા.24 ડિસેમ્બર, થી તા. 02 જાન્યુઆરી, 2026 દરમિયાન સફળતાપૂર્વક યોજાયો હતો.
આ રાજ્યસ્તરીય તાલીમ શિબિરમાં ગુજરાતભરના વિવિધ એન.સી.સી. યુનિટમાંથી 100 સિનિયર એન.સી.સી. કેડેટ્સ તેમજ ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી, સુરતના 18 તાલીમાર્થીઓ સહિત કુલ 121 તાલીમાર્થી ભાઈઓએ ભાગ લીધો હતો.
શિબિર દરમિયાન ખડક ચઢાણની વ્યાવસાયિક અને પ્રાયોગિક તાલીમ સાથે વન્ય પ્રાણીઓ, જૈવ વૈવિધ્ય અને પર્યાવરણ સંરક્ષણ અંગે ઉપયોગી શૈક્ષણિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શિબિરના અંતિમ દિવસે યોજાયેલા પૂર્ણાહુતી કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જૂનગાઢ ખાતેની 8 ગુજરાત બટાલિયન એન.સી.સી.ના એ.ડી.એમ. ઓફિસર અને કર્નલ વિજય મિશ્રા, સુબેદાર મેજર બલવંતસિંહ, માઉન્ટ આબુના સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થાના પૂર્વ પ્રિન્સીપાલ કે.પી. રાજપૂત તથા ઇન્સ્ટ્રકટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડના હસ્તે તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરી તાલીમાર્થીઓનુ ઉત્સાહવર્ધન કરવામાં આવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ