જુનાગઢ એસ.ઓ.જી. એ ચાઇનીઝ દોરીનો વેપાર કરતા શખ્સને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

જૂનાગઢ એસ.ઓ.જી. એ મકરસંક્રાંતિના તહેવાર અનુસંધાને ચાઇનીઝ/ પ્લાસ્ટીક દોરીના ઉપયોગના લીધે માણસો તથા પશુ-પંખીના જાનનું જોખમ હોવાનું જાણવા છતાં ચાઇનીઝ દોરીનો વેપાર કરતા ઇશમને ચાઇનીઝ દોરીની ફીરકી સાથે એક ઇશમને પકડી પાડી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આગામી સમયમાં મકરસંક્રાંતીનો તહેવાર આવતો હોય જે અનુસંધાને જીલ્લામાં ચાઇનીઝ/ પ્લાસ્ટીક દોરી જે દોરીના ઉપયોગને લીધે માણસ તથા પશુ-પંખીના જાનનું જોખમ રહેલ હોવાનું જાણવા છતાં ચાઇનીઝ પ્લાસ્ટીક દોરાનું વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ હોય જે અન્વયે
જુનાગઢ એસ.ઓ.જી. પોલીસ ઇન્સ. આર.કે. પરમાર તથા પોલોસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. દરમિયાન એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. વિક્રમભાઇ ચાવડા, પો.કોન્સ, રોહિતભાઇ ધાંધલને ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, પતંગનો વેપારી અબ્દુલકાદર ઉર્ફે સોહીલ મહમદભાઈ શેખ (રહે.જુનાગઢ, કેવડાવાડી, શેરી નં.ર) વાળો પ્રતિબંધીત સિન્થેટીક કોટીંગ સાથેની પ્લાસ્ટીક દોરી લઇ વેચાણ અર્થે નિકળનાર હોય ત્યારે એસ.ઓ.જી. ટીમ વોચમાં હતી, ત્યારે અબ્દુલકાદર ઉર્ફે સોહીલ શેખ ઝાલોરાપા વિસ્તાર માંથી હાથમાં થેલી લઈને ચાલતો જતો હોય તેને રોકી ચેક કરતા તેના કબજાની થેલીમાં પ્રતિબંધીત સિન્થેટીક કોટીંગ સાથેની પ્લાસ્ટીક દોરીની ફીરકી નંગ-5 તથા ફીરકીના બોક્ષ નંગ 3 મળી આવતા પોલીસે આરોપી શખ્સની અટક કરી, સિન્થેટીક કોટીંગ સાથેની પ્લાસ્ટીક દોરીની ફીરકી સહિતનો રૂા. 2400/- મુદામાલ કબજે કરી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

રિલેટેડ ન્યૂઝ