તાલુકાના અનેક ગામોમાં રસ્તાઓ ખરાબ બન્યા : પ્રજામાં રોષ
માણાવદરના કતકપરા-નાંદરખાનો રસ્તો 6 વર્ષમાં બિસ્માર થઈ ગયો છે. તેમજ તાલુકાના અનેક ગામોમાં બિસ્માર રસ્તાથી પ્રજા અને વાહન ચાલકો પરેશાન થયા છે.
માણાવદર તાલુકાના કતકપરા નાંદરખા ગામે અને કોઠારીયા રોડ 2020 માં બનેલ હતો તેવી રજૂઆત ગ્રામ પંચાયત સરપંચ દ્વારા તંત્ર ને કરી છે નાંદરખા ગામે તાલુકાને જોડતા રોડ ની ભયંકર ખરાબ હાલત જોવા મળે છે નાંદરખા થી કોઠારીયા રોડ થઈ સ્ટેટ રોડ બીજો કતકપરા થી કોઠારીયા રોડ ખરાબ છે
એક બાજુ સરકાર અને ચૂંટાયેલા નેતા ઓ મોટા ઉપાડે વિસ્તાર માં 5106 લાખ કરોડ રૂપિયા મંજૂર થયા હોવાના પ્રચાર કરે છે પણ વાસ્તવિકતા અલગજ જોવા મળે છે માણાવદર તાલુકાના અ નેક ગામો રોડ રસ્તા ની બદતર હાલત હજી પણ જોવા મળે છે.
ત્યારે સરકાર ગ્રાન્ટ ફાળવણી કરવા થી નહીં પણ જમીની હકીકત જોવા આમ જનતા માંથી માંગ ઉઠવા પામી છે જે ગ્રાન્ટ ફાળવણી કરી તેના ઉપયોગ સાચો થયો કે નહીં
આમ જનતા ઈચ્છે કે માણાવદર તાલુકાના 56 ગામો માટે ફાળવેલ રકમ માં કેટલા રોડ રસ્તા થયા તેના ગેરેન્ટી પીરીયડ માં કેટલા તકિયા ખરાબ રસ્તા થયા તો કોની સામે પગલાં ભરવામાં આવ્યા તેની વીજીલન્સ તપાસ કરવામાં આવે તેમ આમ જનતા ની માંગ છે.
