જૈન સોશિયલ ગ્રુપ સહિત મુંબઈની સંસ્થાના ઉપક્રમે યોજાયો સેવાયજ્ઞ
પોરબંદરમાં ઠંડીનો પારો ગગડયો છે,ત્યારે થરથર ધ્રૂજતા જરૂરીયાતમંદોને ધાબળાની હુંફ આપવામાં આવી હતી.
પોરબંદરના જૈન સોશિયલ ગ્રુપ તથા શ્રી સમક્રિત ગ્રુપ મુંબઈના સંયુક્ત ઉપક્રમે પોરબંદરના કોર્ડિનેટર હિતેષભાઈ પારેખ દ્વારા પોરબંદર શહેર ના ઉદ્યોગનગર વિસ્તારમાં રોજમદારી પર કામ કરતા મજુરો તથા રેલ્વે સ્ટેશન પાસે ખારવાવાડ વાણીયાવાડ વિસ્તારમાં 30 થી વધુ વ્યક્તિઓમાં ધાબળાનું શિયાળા ઋતુમાં વિતરણ કરવામાં આવેલ છે.આ સેવાકાર્યમાં જૈન સોશિયલ ગ્રુપ ટીમ તથા હિતેષભાઈ પારેખ હાજર રહ્યા હતા.
