માધવાણી કોલેજના વિદ્યાર્થીઓએ બુક રીવ્યુ લખ્યા

કોમર્સ સ્ટડી સેન્ટર અંતર્ગત થયું આયોજન: 70થી વધુ યુવક યુવતીઓએ લાઇબ્રેરીમાં પ્રાયોગિક કાર્ય કર્યું પુર્ણ

પોરબંદરની માધવાણી કોલેજમાં વિદ્યાર્થીઓએ બુક રીવ્યુ લખ્યા હતા.
શ્રી કે.એચ. માધવાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,પોરબંદરના કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા 70 થી વધુ વિદ્યાર્થીઓએ કોલેજમાં ચાલતી નેકઅંતર્ગત ચાલતા કોમર્સ સ્ટડી સેન્ટર અંતર્ગત સૌરાષ્ટ્રની સૌથી વધુ પુસ્તકો ધરાવતી વિશાળ લાઇબ્રેરી જે માધવાણી કોલેજમાં આવેલી છે,તેની મુલાકાત લઈ લાઇબ્રેરીમાં રહેલ વિવિધ વિષય ઉપર લખેલા વિવિધ પુસ્તકોનો સર્વે કરી વિદ્યાર્થીઓએ પોતાના પસંદગીના વિષયના પુસ્તક પસંદ કરી તેનો અભ્યાસ કરી અને બુક રીવ્યુ લખેલ,કોમર્સના વિદ્યાર્થીઓ હોવા છતાં તેઓએ કોમર્સની સાથે સાથે સાહિત્યને લગતા વિવિધ પુસ્તકો પસંદ કરેલા જેમાં વિશ્વપ્રસિદ્ધ મહિલાઓ, લોક સંસ્કૃતિના, પ્રાકૃતિક કૃષિ, દીવાદાંડી, સ્વભાવનું મેનેજમેન્ટ, સરળતાથી જિંદગી જીતવાની જડીબુટ્ટી, માણસાઈના દીવા, ડોક્ટરની ડાયરી, પ્રાચીન ભારતમાં ક્ધયા શિક્ષણ, ભારતની વીરાંગનાઓ, ઉગતા સૂરજના તેજ અપાર, વિઝયુલાઈઝેશન, સુખને એક અવસર તો આપો, કંકાવટી, મારી દુનિયા, વ્યક્તિત્વ અને વિકાસ, મહારાણા પ્રતાપ જેવી અનેક વિવિધ પુસ્તકોનું વાંચન કરેલ અને દરેક બુક ઉપર વિદ્યાર્થીઓએ બુક રીવ્યુ લખેલો જેમાં બુકનું શીર્ષક,લેખકનું નામ, પ્રકાશકનું નામ,આવૃત્તિ, પેજની કુલ સંખ્યા,કિંમત,લેખક અંગેનો પરિચય તેમજ વિવિધ પ્રકરણ
અંગે આલોચના લખેલી આ સમગ્ર બુક રીવ્યુ અંગેનો વિચાર પ્રિન્સિપાલ પ્રોફેસર ડો.એ.બી. સવજાણીને આવેલો અને આ વિચારને મૂર્તિમંત કરવા માટે કોમર્સ સ્ટેડી સેન્ટરના સભ્યો પ્રિન્સિપાલ પ્રો.ડો.એ.બી.સવજાણી સાથે વાઇસ પ્રિન્સિપાલ પ્રો.ડો. ડી.જે. પરમાર, પ્રો. ડી.એમ. પટેલ,પ્રો એ.એ. ત્રિવેદીએ જહેમત લઈ દરેક વિદ્યાર્થીઓની સાથે રહી દરેક વિદ્યાર્થીઓને તેમના મનપસંદ બુક્સ શોધવામાં મદદ કરી ને તેમને પ્રોત્સાહન કરેલ હતા,સમગ્ર માધવાણી કોલેજ પરિવાર અને નવયુગ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ સામતભાઇ અને અન્ય ટ્રસ્ટીઓએ આ નવા વિચારને બિરદાવીને શુભેરછાઓ પાઠવી હતી.

રિલેટેડ ન્યૂઝ