કુદરત નામના કલાકાર અને તસ્વીરકાર વચ્ચે કલા માટે હુંસાતુંસી!

કુદરતની કલાને કાળા માથાનો માનવી ક્યારે માપી શકવાનો નથી ફક્ત પામી શકવાનો છે તો બીજી બાજુ કાળા માથાનો માનવી પણ પોતાની આગવી ક્ષમતાઓથી કુદરતની કલાને પણ વધુ સારી રીતે નિખારતો જોવા મળે છે ત્યારે ક્યાંક ને ક્યાંક કુદરત અને માનવી વચ્ચે હુંસાતુસી થતી હોય છે જેની પ્રતીતિ આ તસ્વીર કરાવે છે. કુદરત નામના ચિત્રકારે અદ્ભુત અવકાશી રંગો દ્વારા સમગ્ર વાતાવરણને અને સંધ્યા સમયને વધુ રંગીન બનાવી દીધો છે. તો એ રંગીનતાને વધુ રંગીન બનાવવા માટે તસવીરકાર જિજ્ઞેેશ પોપટે પણ વધુ જહેમત ઉઠાવીને અલગ એંગલથી તેને કચકડે કેદ કરવાનો પ્રયાસ કર્યો છે. જેમાં કુદરતના કલા સૌંદર્ય ની આગળની બાજુએ વૃક્ષોની ડાળીઓને કેદ કરી છે અને કુદરતી રંગો નભો મંડળમાં છે તે પક્ષી અભયારણ્યની જળ સપાટી ઉપર ફેલાઈ રહેલા હોય તે રીતે કચકડે મઢવામાં આવ્યા છે અને માઉન્ટ ઉપર આરામ ફરમાવી રહેલા પક્ષીઓ પણ શાંત ચિત્તે કુદરતની કલાને માણી રહ્યા છે ત્યારે જાણે કે કુદરતરૂપી કલાકાર અને તસવીરકાર વચ્ચે પોતાની કલા શ્રેષ્ઠ છે તેવું સાબિત કરવા માટેની હુંસાતુંસી હોય તેવું જણાઈ રહ્યું છે તેમ છતાં કુદરતની કલા પાસે કાળા માથાનો માનવી હંમેશા પાંગળો જ સાબિત થવાનો છે તે પણ હકીકત છે !
(તસવીર:જિજ્ઞેશ પોપટ)

રિલેટેડ ન્યૂઝ