શ્રી ક્ધયાશાળા ખાતે વાર્ષિકોત્સવ,સન્માન સમારંભ અને વિદાય સમારંભનું થયું ભવ્ય આયોજન: સાંસ્કૃતિક કાર્યક્રમમાં સુંદર કૃતિઓ થઈ રજુ
પોરબંદર નજીકના રાણાકંડોરણા ખાતે શ્રી ક્ધયા શાળામાં ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.
તાજેતરમાં શ્રી ક્ધયાશાળા રાણાકંડોરણા ખાતે વાર્ષિકોત્સવ, ઇનામ વિતરણ અને ધો-8 ની વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ યોજાયો હતો.દાતા તરફથી મળેલી દાનની સરવાણીને કારણે આ કાર્યક્રમ સેવા અને સંસ્કારઅને સહકારનો અનોખો ’ત્રિવેણી સંગમ’ બની રહ્યો હતો.આ કાર્યક્રમની શરૂઆત વિદાય લેતી ધો-8 ની બાળાઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેણે ઉપસ્થિત મહેમાનોના દિલ જીતી લીધા હતા.ત્યાર બાદ વિદ્યાર્થીનીઓની વાર્ષિક સિદ્ધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું .શાળામાં વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીનીઓને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોના હસ્તે શિલ્ડ આપી નવાજવામાં આવી હતી જેમાં ખેલ મહાકુંભ, કલા મહાકુંભ, બાળ પ્રતિભા શોધ, ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને વાર્તા સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીનીઓનો સમાવેશ થયો હતો .આ ઉપરાંત વિશેષ કેટેગરીમાં બેસ્ટ હેન્ડરાઈટિંગ, મોસ્ટ રેગ્યુલર સ્ટુડન્ટ અને ’બેસ્ટ ગર્લ’ ઓફ ધ યર થી પણ બાળકોને સન્માનિત કરવામાં આવ્યા .ત્યાર બાદ ભાવભીની વિદાય પ્રસંગે ધો-8 ની વિદ્યાર્થીનીઓએ શાળા સાથેના પોતાના સંસ્મરણો અને અનુભવો વાગોળતા ભાવુક પ્રતિભાવો આપ્યા હતા.શાળાના આચાર્ય, શિક્ષકગણ અને એસ.એમ.સી. સભ્યોએ તમામ વિદ્યાર્થીનીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે વાલી અને દાતા પરબતભાઇ ઓડેદરા તરફથી ઉમદા સહયોગ પ્રાપ્ત થયો હતો.તેઓ દ્વારા શાળાની તમામ દીકરીઓને ભોજન કરાવ્યું હતુ.ઇનામમાં આપવામાં આવેલા તમામ શિલ્ડની રકમ પણ દાતા દ્વારા આપવામાં આવેલ.તે ઉપરાંત શાળાને સ્મૃતિ ભેટ તરીકે માં સરસ્વતીની વિશાળ છબી પણ શાળાને દાતા તરફથી અર્પણ કરવામાં આવી.આમ દાતા તરફથી 29000 જેવી માતબર રકમનો મહાલક્ષ્મી તરીકે ગામની સરકારી શાળામાં વિદ્યાર્થીનીઓ માટે વાપરવામાં આવી હતી.શાળા પરિવાર દ્વારા દાતાશ્રી પરબતભાઇનું શાલ ઓઢાડી અને સ્મૃતિપત્ર આપી જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કાર્યક્રમમાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર,પે-સેન્ટર શાળાના આચાર્ય, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.વિદ્યા સાથે વિનય અને દાન સાથે સન્માનનો આ સમન્વય રાણાકંડોરણા ક્ધયાશાળાના ઇતિહાસમાં યાદગાર બની રહેશે.
