પોરબંદરમાં સ્ક્રેપના વેપારી સાથે છેતરપીંડી કરનાર 16 વર્ષે ઝડપાયો

પેરોલ ફર્લો સ્કોડની ટીમે લોનાવાલા ખાતે જઇને દબોચ્યો: પાંચ ઇસમો સામે થઇ હતી ફરિયાદ

પોરબંદરમાં સ્ક્રેપના વેપારી સાથે 16 વર્ષ પહેલા 2010ની સાલમાં છેતરપીંડી કરવામાં આવી હતી. પાંચ ઇસમો સામે ફરિયાદ દાખલ થઇ હતી જે પૈકી ત્રણ આરોપી અગાઉ પકડાઇ ચૂકયા છે અને બે વોન્ટેડ હતા તે પૈકી એકને પોરબંદરને પેરોલ ફર્લો સ્કોડની ટીમે લોનાવાલા ખાતે થઇને પકડી પાડયો છે. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા તેમજ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા આગામી સ્થાનિક સ્વજરાયની સંસ્થાઓની સામાન્ય, પેટા ચૂંટણીઓ અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક અને મુખ્ય પોલીસ અધિકારી, ગાંધીનગર દ્વારા પેરોલ, ફર્લોે, વચગાળાના જામીન પરથી ફરાર કેદી, આરોપીઓ તથા ગેઝેટ તથા લાલશાહીથી તથા અપહરણ તથા શરીર -મિલ્કત સબંધી ફરાર આરોપીઓ શોધી કાઢવા સારુ ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે ડ્રાઇવ દરમ્યાન કામગીરી કરવા સુચના કરવામાં આવેલ. જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કોડ પોરબંદરના પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એમ. જાડેજા તથા પેરોલ ફર્લો સ્કોડના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઇ. એચ.આર. સીસોદીયા તથા જે.આર. કટારા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પિયુષભાઇ સીસોદીયા તથા વજશીભાઇ વરૂને બાતમી રાહે હકીકત મળેલ કે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2010ની સાલમાં સ્ક્રેપના વેપારી સાથે છેતરપીંડીનો ગુન્હો નોંધાયો હતો. હિતેશ રાજશીભાઇ ઓડેદરાએ એવી ફરિયાદ નોંધાવી હતી કે નિરમા ફેકટરીમાં કામ કરતા ખેતારામ મારવાડી સાથે સંપર્ક થતા સ્ક્રેપનો બીઝનેશ આગળ વધારવા માટે વાત કરી હતી અને મુંબઇની ફેકટરીનો ભંગાર સવા પંદર રૂપિયે કિલો લેખે લેવા માટે નકકી થયુ હતુ જેમાં પહેલા પાંચ લાખ અને પછી છ લાખથી વધુની રકમ અપાઇ હતી. ત્યારબાદ છેતરપીંડી અને વિશ્ર્વાસઘાત કરવામાં આવતા પાંચ લોકો સામે ગુન્હો દાખલ થયો હતો. અને ત્રણને પોલીસે પકડી પાડયા હતા બે ઇસમો વોન્ટેડ હતા. તે પૈકી આઇ.પી.સી. કલમ મુજબના કામે નાસતા ફરતા આરોપી બચ્ચાખાન મોહીદીન ખાન ઉ.વ. 42 રહે.લોનાવાલા પુના રાજ્ય મહારાષ્ટ્રવાળો લોનાવાલા ખાતે છે જે હકીકતના આધારે તમામ તપાસ કરતા મજકુર આરોપી મળી આવેલ જેઓને પકડી આગળની તપાસ થવા સારુ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આ કામગીરીમાં પેરોલ ફર્લો સ્કોડ પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એમ. જાડેજા તથા એ.એસ.આઇ. એચ. કે. પરમાર તથા જે.આર. કટારા, પીયુષભાઇ બોદર, હરીશભાઇ સીસોદીયા તથા હેડ કોન્સ્ટેબલ પીયુષભાઇ સીસોદીયા તથા કેશુભાઇ ગોરાણીયા તથા વજશીભાઇ વરૂ, જેતમલભાઇ મોઢવાડીયા, ભુપેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ આકાશભાઇ શાહ તથા ટેકનીકલ ટીમ પોરબંદર દ્વારા કરવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ