રાજકોટના અણીયારી ગામે 1.11 કરોડના ગાંજાનું વાવેતર ઝડપાયું

એક શખ્સને પકડી લેવાયો : વાડી માલીકની શોધખોળ: ગાંજાના છોડ કબ્જે કરતી પોલીસ

સરધાર તાબેના અણીયારી ગામની સીમમાં આવેલી વાડીમાં આજીડેમ પોલીસે દરોડો પાડી 1 કરોડ 11 લાખથી વધુનું ગાંજાનું વાવેતર પકડી લીધું છે. ગાંજો વાવનારને પકડી લેવાયો છે જ્યારે વાડી માલિકની શોધખોળ થઈ રહી છે.
જાણવા મળ્યા મુજબ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા””SAY NO TO DRUGS””મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા અધિકારીઓએ સુચના આપી હોઈ આજીડેમ પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. સંજયરાજભાઈ બારોટ તથા કોન્સ. દેવાભાઈ ધરજીયાની સંયુકત બાતમી આધારે અણીયારા ગામની સીમમા ઢાંઢણી ગામ તરફ જતા કાચા રસ્તે નાથા ભીમાભાઇ સીંધવની વાડીમાં દરોડો પાડી હનાભાઇ સવાભાઇ ગાબુ (કોળી ઉ.વ.48 ધંધો ખેતી રહે-અણીયારા ગામ તા.જી.રાજકોટ મુળ વતન સાલખડા ગામ તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર)ને પોતાના કબ્જાની વાડી (ખેતર)માં ઘંઉનુ તથા તુવેરનું વાવેતર કરેલ જેમાં તુવેરના વાવેતરની વચ્ચે લીલા ગાંજાના છોડ નંગ-64 તથા સુકો તથા ભેજયુક્ત ગાંજાના ખુબ જ મોટા જથ્થા સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ આરોપી હના સુવા ગાબુને દેવું થઇ જતા તેના કાકા પાસેથી ગાંજાનું બીજ મેળવીને 14 વીઘા જગ્યામાં ખેતી કરતો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં આરોપીને દેવું થઇ જતા છેલ્લા દોઢ વર્ષથી પોતે ગાંજાની ખેતી કરતો હોવાનું સામે આવ્યું છે. શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-1 હેતલ પટેલ તથા મદદનીશ પોલીસ કમિશ્નર પુર્વ વિભાગ બી.વી.જાધવની સૂચનાથી આ કામગીરી પો.ઈન્સ.એ.બી.જાડેજા તથા પો.સબ.ઇન્સ પી.કે.ગામેતી તથા પો.સબ.ઇન્સ એસ.વી.ગોહિલ તથા એ.એસ.આઇ હારૂનભાઇ ચાનીયા, રવિભાઇ વાંક, તથા પો.હેડ.કોન્સ સંજયરાજ બારોટ, પિયુષભાઇ ચીરોડીયા, દેવાંગભાઇ પાલા, અજયભાઇ જેસીંગભાઇ, હીતેશભાઇ અગ્રાવત, ધર્મેશભાઇ ધોરાળીયા તથા પો.કોન્સ દેવાભાઈ ધરજીયા, દિવ્યરાજસિંહ જાડેજા, મહેશભાઈ કોઠીવાળ, હરપાલસિંહ જાડેજા, ગોપાલભાઈ બોળીયા, કૃષ્ણવીરસિંહ ગોહિલ, લક્ષ્મણભાઇ મકવાણા, સવજીભાઇ હમીરભાઇ, તથા મહિલા પો.કોન્સ ધારાબેન મેઘાણી સહિતે કરી છે. સાથે એસ.ઓ.જી શાખાના એ.એસ.આઇ અરૂણભાઇ બાંભણીયા પણ જોડાયા હતાં. પ્રાથમીક પરીક્ષણ કરી અભિપ્રાય એફ.એસ.એલ. અધિકારી. કે. એમ. તાવીયાએ આપ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ