ભારત નિકાસકારોના હિતોની સુરક્ષા માટે જરૂરી પગલા ભરવાના અધિકાર સાથે ઉકેલ લાવવાના પ્રયાસ ચાલુ રાખશે
મેક્સિકોએ ભારતીય ઉત્પાદૃનો પર ૫૦ ટકા સુધી ટેરિફ વધારવાનો નિર્ણય લીધો બાદૃ ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. સરકારે જણાવ્યું છે કે ભારતીય નિકાસકારોના હિતોની રક્ષા માટે તે જરૂરી નિર્ણયો લેવાનો અધિકાર ધરાવે છે. એક સરકારી અધિકારીએ શનિવારે કહૃાું, ભારત ભારતીય નિકાસકારોના હિતોની સુરક્ષા માટે જરૂરી પગલાં ભરવાનો અધિકાર રાખે છે, સાથે સાથે વાતચીત દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ પણ ચાલુ રાખશે.આ નિર્ણય પૂરી રીતે એક તરફી છે.
ભારતીય અધિકારી મુજબ, આ બિલના પ્રારંભિક પ્રસ્તાવના સમયથી જ ભારતે મેક્સિકો સાથે વાતચીત શરૂ કરી દૃીધી હતી. વાણિજ્ય વિભાગ વૈશ્ર્વિક વેપાર નિયમો અનુસાર બંને દૃેશો માટે લાભદૃાયક ઉકેલ શોધવા માટે મેક્સિકોના અર્થતંત્ર મંત્રાલય સાથે સંપર્કમાં છે. આ સંદૃર્ભમાં વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલ અને મેક્સિકોના ઉપ અર્થતંત્ર મંત્રી લુઇસ રોસેન્ડો વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક થઈ ચૂકી છે. આગળ પણ વાતચીત કરવાની યોજના છે.
ભારત સરકારે જણાવ્યું કે પૂર્વ ચર્ચા વિના મોસ્ટ ફેવર્ડ નેશન ટેરિફને એકતરફી રીતે વધારવું બંને દૃેશોના સહકારપૂર્ણ આર્થિક સંબંધોની સુરક્ષા સામે છે.
ભારત અને મેક્સિકો મુક્ત વેપાર કરાર (હ્લ્છ) અંગેની વાતચીત પણ શરૂ કરવાની યોજના બનાવી રહૃાા છે. નિષ્ણાતો માને છે કે હ્લ્છ થવાથી ભારતીય કંપનીઓને આ ટેરિફમાંથી છૂટ મળી શકે છે. આ નિર્ણય એવા સમયમાં આવ્યો છે જ્યારે વૈશ્ર્વિક વેપારમાં ટેરિફ યુદ્ધ ચાલી રહૃાું છે. મેક્સિકોનું આ પગલું સ્થાનિક ઉદ્યોગને મજબૂત બનાવવા અને આવક વધારવા માટે છે, પરંતુ તેના કારણે િંકમતોમાં વધારો થવાની શક્યતા છે
મેક્સિકો ભારત માટે ત્રીજું સૌથી મોટું કાર નિકાસ બજાર છે. અહીં ભારત અંદૃાજે ૧ અબજ ડોલર (લગભગ ૮,૫૦૦ કરોડ રૂપિયા)ની કારો અને પાર્ટ્સ નિકાસ કરે છે. ફોક્સવેગન, હૃાુન્ડાઈ, નિસાન અને મારુતિ સુઝુકી જેવી મુખ્ય કંપનીઓ પર તેની અસર પડશે. કારો પરનો ટેરિફ ૨૦ ટકાથી વધીને ૫૦ ટકા થઈ જશે.
ભારતીય અધિકારીએ કહૃાું, ભારત મેક્સિકો સાથેની પોતાની ભાગીદૃારીને મહત્વ આપે છે અને બંને દૃેશોના વેપારીઓ તથા ગ્રાહકોના લાભ માટે સ્થિર અને સંતુલિત વેપાર વાતાવરણ ઊભું કરવા માટે સાથે કામ કરવા તૈયાર છે.
