સીરિયાના સુરક્ષા દૃળોના કર્મચારીઓ પણ ઘાયલ
સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ જૂથ દ્વારા કરવામાં આવેલા હુમલામાં બે અમેરિકન સૈનિક અને એક અમેરિકન નાગરિકના મોત નિપજ્યા અને ત્રણ ઘાયલ થયા હતા.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે આ વાતની પુષ્ટિ કરી હતી. સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સીરિયાના પ્રમુખ બશર અલ-અસદૃને પદૃભ્રષ્ટ કર્યાના એક વર્ષ પછી, સીરિયામાં અમેરિકન સૈનિકો પરનો આ પહેલો હુમલો છે.
સેન્ટ્રલ કમાન્ડે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, મૃતક સૈનિકોની ઓળખ ૨૪ કલાક સુધી જાહેર કરવામાં આવશે નહીં જેથી તેમના પરિવારોને પહેલા જાણ કરી શકાય. આ યુદ્ધ વિભાગની નીતિ અનુસાર છે.
સીરિયાની સરકારી મીડિયાના અહેવાલ અનુસાર, અમેરિકન સૈનિકોની મુલાકાત દૃરમિયાન મધ્ય સીરિયાના એક ઐતિહાસિક શહેરમાં ગોળીબાર થયો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. પાલમિરા નજીક થયેલા ગોળીબારમાં સીરિયન સુરક્ષા દૃળોના બે સભ્યો અને અનેક અમેરિકન સૈનિકો ઘાયલ થયા હતા.સ્થાનિક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, હુમલાખોર માર્યો ગયો છે. પરંતુ, વધુ વિગતો આપવામાં આવી નથી. એક અમેરિકન સંરક્ષણ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, વોિંશગ્ટન આ અહેવાલોથી વાકેફ છે પરંતુ હાલમાં તેમની પાસે જાહેર કરવા માટે કોઈ નક્કર માહિતી નથી.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયામાં થયેલા તાજેતરના હુમલામાં બે અમેરિકન સૈનિકો અને એક નાગરિકના મોતનો જવાબ આપ્યો છે. તેમણે વળતા જવાબ આપવા માટેની કાર્યવાહીની વાત કરી છે. અમેરિકન પ્રમુખે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરી અને સ્પષ્ટપણે કહૃાું કે આ ૈંજીૈંજીનો હુમલો હતો. તેમણે કહૃાું કે, સીરિયાના પ્રમુખ અહેમદૃ અલ-શારા આ હુમલાથી ખૂબ જ વ્યથિત છે. તેઓ ગુસ્સે છે.
આ સિવાય તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર કહૃાું કે, આ હુમલાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહૃાો છે. બશર અલ-અસદૃની સરકારના પતન પછી સીરિયામાં અમેરિકન સૈનિકો પર આ પ્રકારનો પહેલો હુમલો છે. પેન્ટાગોનના મુખ્ય પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ હુમલો આતંકવાદૃ વિરોધી કાર્યવાહીમાં સામેલ સૈનિકોને નિશાન બનાવ્યો હતો.
