ડે.સીએમે બેઠકમાં ચારેય ધારાસભ્યોને સંભળાવી દીધું: વિકાસકામો કરવા હોય તો સંપીને આવો

અલગ અલગ રજુઆતોથી તમારૂં કંઇ નહીં ઉપજે કહી સંઘવીએ અમરેલીમાંથી ધડો લેવા બેઠકમાં સલાહ આપી

રાજકોટ શહેર ભાજપમાં મ હુસાતુસીના કારણે – વિકાસનો ભોગ લેવાઇ હોય તેવુ ગઇકાલે જાણવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ એ મનપાના પદાધિકારીઓ ધારાસભ્યોને રાજકોટના રજૂ કરવામાં માટે બોલાવેલ માધાપર ચોકડીએ અંડર -ની જરૂરીયાત અને નવા ોડ પર જેટકોના થાંભલાઓનુ પણ સહિતનો પ્રશ્નો ડે.મેયર દ્રસિંહે રજૂ કરતા નાયબ ધમંત્રીએ ચારેય ધારાસભ્યો અને સહિતનાઓએ સંકલનમાં રહી રજૂઆતો કરશો તો તમારુ ઉપજશે નહીં તો કઈ નહીં થાય તેમ જણાવી અમરેલીના ધારાસભ્યોમાં રહેલ સંપનો દાખલો આપી મોઢે મોઢ ચોપડાવી દીધુ હતુ. સંપનો દાખલો આપી મોઢે મોઢ ચોપડાવી દીધુ હતુ.
રાજકોટ પધારેલા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને ધારાસભ્યો સાથે બેઠક યોજી રાજકોટના પ્રશ્નો જણાવવાનું કહેતા ડે.મેયર નરેન્દ્રસિંહે માધાપર ચોકડીએ ભારે ટ્રાફિક સમસ્યા હોય અંડરબ્રિજની તાતી જરૂરીયાત છે. તેમ જણાવી નવા રીંગરોડનુ કામ પુર જોશમાં ચાલુ છે.
પરંતુ જેટલો કંપનીના પોલના કારણે કામ અટકી ગયાનુ જણાવી આ બંને પ્રશ્ન ઝડપી હલ થાય તેવુ સુચન કરતા નાયબ મુખ્યમંત્રીએ રાજકોટનું કાઇ ઉપજતું નથી તેઓ સંદેશો આપી જણાવેલ કે, ધારાસભ્યો પોતાની રીતે અલગ- અલગ રજૂઆતો કરવા આવી રહ્યા છે. તેના બદલે રાજકોટના પ્રશ્નો માટે તમામ ધારાસભ્યો અને પદાધિકારીઓ મહિનામાં એક વખત સાથે બેસી પ્રશ્નોનુ સંકલન કરી રજૂઆત કરે તો કાઇક ઉપજશે. તેમ કહી અમરેલીના ધારાસભ્યો સંકલન સાથે રજૂઆત કરી પ્રજાના પ્રશ્નો હલ કરી રહ્યા છે. તેવો દાખલો આપી મોઢે મોઢ સંભળાવી દીધું હતું.

એક ધારાસભ્યએ અશાંતધારાનો પ્રશ્ર્ન ઉઠાવ્યો પણ જવાબ મળ્યો જ નહીં
નાયબ મુખ્યમંત્રી સમક્ષ મનપાના પદાધિકારીઓ અને ધારાસભ્યો રાજકોટના પ્રશ્નો રજૂ કરવા માટે ઉપસ્થિત રહેલ ત્યારે ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં લાગુ કરવામાં આવેલ અશાંતધારાની મુદત પૂર્ણ થઇ ગયેલ છે.. તેવા વિસ્તારોમાં ફરી મુદત વધારાવા અટેલે કે અશાંતધાસો રિન્યુ કરવામા આવે તેવી રજૂઆત કરેલ અને આ પ્રશ્ન ઉઠાવેલ પરંતુ નાયબ મુખ્યમંત્રી દ્વારા કોઈ જવાબ ન મળતા વિલા મોએ બેસી રહેવાનો વારો આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ