ભૂજના આશાપુરા નગરમાં મકાનમાંથી હથિયારો વન્ય પ્રાણીના અવશેષો મળ્યા

બે એરગન મોટા, ચાકુ, છરી ભાલા, શિકાર કરાયેલ દાંત, જડબા સાથે એક શખ્સની ધરપકડ

વન વિભાગની ટીમે ભુજના આશાપુરા નગરમાં મોટી કાર્યવાહી કરી છે. અહીં રહેલાક મકાનમાં બાતમીના આધારે દરોડો પાડી પલંગમાંથી વન્ય પ્રાણીના શિકાર માટે વાપરવામાં આવતા શસ્ત્રો અને વન્ય પ્રાણી શાહુડીના અવશેષો કરવામાં આવ્યા હતા. આબાબતે મળતી વિગતો મુજબ આશાપુરા નગરમાં રહેતા આરોપી સુરેશ દિલીપભાઈ કસવીયા (કોલી) ના મકાનમાં દરોડો પાડવામાં આવ્યા હતા. અહીંથી બે ઉચ્ચ ગુણવત્તાની એરગન. નાના મોટા ચાકુ, છરી, ભાલા, કુહાડી, ટોર્ચ સહિત શિકાર માટે ઉપયોગમાં લેવાતા 30 થી વધુ હથિયારો અને સાધનો કબજ કરવામાં આવ્યા હતા. તેમજ અનુસૂચિ એકમાં આવતા શાહુડી અને અનુસૂચિ બેમાં આવતા જંગલી સુવરના શિકાર કરાયેલા અવશેષો, પ્રાણીઓના દાંત, જડબા સહિતના અવશેષો કબજે કરવામાં આવ્યા હતા. આરોપીને કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મળ્યા હતા. રતિયા અને આસપાસના વગડામાં રખડતા જંગલી ભૂંડ, શાહુડી સહિતના પ્રાણીઓના મીજબાની માટે શિકાર કરવામાં આવતો હોવાની હકીકત પ્રાથમિક તબક્કે સામે આવી છે. વન વિભાગ દ્વારા આરોપી સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 ની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આરોપી શિકાર કરી મીજબાની માણી સૂવર અને શાહુડીના અવશેષને સાચવી રાખતો હતો. જોકે, આ શોખ તેને ભારે પડયો હતો. કચ્છ વન વર્તુળના વડા ડો. સદીપકુમાર તથા ડીસીએક એચ.જે. ઠક્કરના માર્ગદર્શનમાં આરએફઓ એ.એચ. સોલંકી, કોરેસ્ટર એલ.જી.જંગલ, યુ.બી. જાની તેમજ ફોરેસ્ટ ગાર્ડ એમ બી. વાઢર, જે. જે. ભુવા, આર.એન. રબારી, આર.બી. બેચ, ડી.કે. જાટિયા, મોહિતકુમાર બારૈયા, એસ.એન. રબારી, ડી.એમ. ગોજિયા, એલ.પી. દૈયા, આર. બી. મરંડ, એમ એન.ઝાલા આ કામગીરીમાં જોડાયા હતા.

રિલેટેડ ન્યૂઝ