આત્મહત્યા પાછળનું કારણ અકબંધ; પરિવારમાં કલ્પાંત
શહેરના થોરાળા વિસ્તારમાં રહેતા 45 વર્ષીય આધેડ ભત્રીજા વહુના કારજમાં ગયા હતા. ત્યાંથી પરત ફર્યા બાદ રૂમમાં જઈ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ભારે સનસનાટી મચી જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ શહેરના નવા થોરાળામાં રહેતા કિશોરભાઈ રામજીભાઈ ચાવડા(ઉં.વ.45) નામના આધેડને ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા 108 ઇએમટીની ટીમે આધેડને જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં ઘેરો શોક છવાયો છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આધેડને દારૂ પીવાની ટેવ હોય પોતે ડેરોઈ ગામે ભત્રીજા વહુની અંતિમ વિધિ પૂર્ણ કરી ઘરે આવ્યા હતા. ઘરે આવીને ફાંસો ખાઈ આ પગલું ભરી લીધું હતું. મૃતક ત્રણ ભાઇમાં નાના હતા અને મજૂરીકામ કરતા હતા. તેને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે.
