આજે રેસકોર્સનું આકાશ દેશ-વિદેશના પતંગોથી ભરાઇ થશે: આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ઉજવાશે

બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, યુ.કે. સહિત ભારતના અન્ય રાજયોમાંથી પતંગ બાજો ભાગ લેશે

મહાનગરપાલિકા અને પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આવતીકાલ તા.10ના શનિવારના રોજ રેસકોર્સમાં કવિ રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થીએટર ખાતે સવારે 9 કલાકે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026 યોજાશે. જેમાં 21 દેશના તથા અલગ અલગ રાજયના 13પ આંતરરાષ્ટ્રીય પતંગબાજો ભાગ લેશે.
આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં ઓસ્ટ્રેલીયા, બ્રાઝિલ, કોલમ્બિયા, ડેનમાર્ક, સિંગાપોર, થાઈલેન્ડ, સ્વીડન, યુનાઈટેડ કિંગડમ જેવા કુલ-21 દેશો તથા ભારતના મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર, ઉડીશા, તામિલનાડુ, સિક્કિમ, વેસ્ટ બેંગાલ જેવા વિવિધ રાજ્યો સહિત 135 થી વધુ પતંગબાજો ભાગ લેશે.
આ પતંગ મહોત્સવનો શુભારંભ કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને કરાવશે. આ પ્રસંગે ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે. ચેરમેન જયમીનભાઈ ઠાકર, કમિશ્નર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિવિધ દેશો તથા ભારતના વિવિધ રાજ્યોના પતંગબાજો આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેનાર છે.
આ ઉપરાંત આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ પરસોતમભાઇ રૂૂપાલા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ભાનુબેન બાબરીયા, પ્રવાસન નિગમના કમિશનર અને મેનેજિંગ ડીરેક્ટર પ્રભવ જોષી, અધિકારી-કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહેશે.

રિલેટેડ ન્યૂઝ