સોસાયટીમાં દર વર્ષ થતો ભોજન સમારોહ પણ કેન્સલ કરાયો
વિજયભાઈ રૂપાણીનો સૌથી પ્રિય તહેવાર એટલે મકર સંક્રાંતિ. પક્ષમાં કે સરકારમાં કોઈ પણ હોદો ધરાવતા પણ જ્યારે ઉત્તરાયણ હોય ત્યારે રાજકોટ અચૂક આવતા. મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ ગાંધીનગર થી રાજકોટ બપોરે મુલાકાત લેતા અને પરિવાર તથા ડર્ટી ડઝન મિત્રો સાથે પતંગ ઉડાડતા. ડર્ટી ડઝન મિત્રો એટલે તેમના કોલેજકાળ થી સાથે રહેલ મિત્રો જે આજે ત્રીજી પેઢી પણ સાથે છે અને તમામ પ્રસંગોમાં સાથે ઉજવણી કરતા હોય છે. વિજયભાઈ પર્વના સમયે દેશભકિતના ગીતો પણ સાથે ગાતા, તે પણ એક શોખ ધરાવતા હતા. પરંતુ આ વખતે તેમની વિદાય બાદ આ તહેવારનો રંગ ફિક્કો લાગશે. વિજયભાઈ વગર પતંગ ચગાવી તે કોઈને ગમતું ન હોય, તેથી કોઈ સ્નેહમિલન નહીં થાય. તેમના પરિવાર અને મિત્રો દ્વારા ઉત્તરાયણની ઉજવણી નહીં થાય. તો જે સોસાયટીમાં તેઓ રહે છે તે પ્રકાશ સોસાયટીએ દર વર્ષની જેમ કોઈ મોટી ઉજવણી નહીં કરવાનો નિર્ણય લીધો છે. 12 જૂન 2025ના વિજયભાઈએ આપણી વચ્ચેથી એકએક વિદાય લીધી પરંતુ આજે પણ દરેક ગુજરાતીને તેઓ યાદ આવે છે.
