રાજકોટ નજીક રાહદારી મહિલા પર કાર ચડાવી દેવાના પ્રયાસ સાથે અપહરણ કરી હુમલો કરનાર બેલડી ઝબ્બે

બંને શખ્સો પાસેથી કાર અને છરી સહિત 5.11 લાખનો મુદ્દામાલ જપ્ત

ઢોલરા પાસે પગપાળા જતી મહિલા પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરી બાદમાં તેનું કારમાં અપહરણ કરી છરીનો ઘા ઝીંકી દઇ હત્યાનો પ્રયાસ કર્યો હતો. જે બનાવમાં શાપર પોલીસે તેણીના પતિ સહિત બે શખસો સામે હત્યાનો પ્રયાસ, અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો મહિલાના પતિ સહિત બંને આરોપીને ઝડપી લઇ તેની પાસેથી કાર અને છરી સહિત રૂ.5.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બનાવ અંગે રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં સુખસાગર સોસાયટી શેરી નંબર-1 માં રહેતા સવિતાબેન પ્રતાપપુરી ગૌસ્વામી (48) દ્વારા શાપર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુખસાગર સોસાયટીમાં રહેતા પતિ માવજી વેલાભાઈ રોશિયા તથા તેની સાથેના એક અજાણ્યા શખસનું નામ આપ્યું હતું. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી પતિ માવજી ઘરના કોઈના કોઈ બહાને ફરિયાદી સાથે તથા તેના સંતાનો સાથે કજીયો અને માથાકૂટ કરતો હતો અને અવારનવાર મારી નાખવાની ધમકી આપતો હતો. જેથી કંટાળી ફરિયાદી છેલ્લા સાતેક દિવસથી શાપર ઢોલરા મેઇન રોડ પર રહેતા તેના પુત્ર પ્રહલાદની સાથે રહેવા આવી ગયા હતા. દરમિયાન તા.16/1 બપોરના સમયે સવિતાબેન ચાલીને ભગવતીપરા ખાતે પોતાના મકાને પગપાળા જવા માટે નીકળ્યા હતા. દરમિયાન ઢોલરા રોડ પર ચાલીને જતા હતા ત્યારે અહીં શાપર તરફથી એક ગ્રે કલરની ક્રેટા કાર નંબર જીજે 37 બી 9121 પુરપાટ ઝડપે તેમની પાસે ધસી આવી હતી અને તેમના પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કરતા મહિલા ભાગવા જતા પડી ગયા હતા. બાદમાં ગાડીમાંથી તેનો પતિ માવજી તથા એક અજાણ્યો શખસ નીચે ઉતર્યો હતો અને પતિએ કહ્યું હતું કે, આજે તો તને પતાવી જ દેવો છે. એમ કહી બંને બળજબરીથી ક્રેટા કારમાં બેસાડી ગાડી લોક કરી દીધી હતી. બાદમાં ગાડી ફરિયાદીનો પતિ ચલાવતો હતો કહેતો હતો કે આજે તો તને પતાવી જ દેવી છે તેમ કહી ગાડી અલગ અલગ જગ્યાએ લઈ જઇ ચાલુ ગાડીએ રોડ પર તેણે છરી વડે હુમલો કરી જોરદાર ઘા માર્યો હતો. આ અંગે પરિણીતાની ફરિયાદ પરથી પોલીસે અપહરણ અને હત્યાની પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. બનવાને લઇ શાપર પોલીસ મથકના પીઆઇ આર.બી.રાણાની રાહબરીમાં અલગ અલગ ચાર ટીમો બનાવી આરોપી મહેશપુરી વેલપુરી ગોસ્વામી(ઉ.વ. 45 રહે. ભગવતીપરા,રાજકોટ) અને જાફર સલીમભાઇ અબડા(ઉ.વ. 23 રહે. ભગવતીપરા) ને ઝડપી લઇ તેની પાસેથી ક્રેટા કાર, મોબાઇલ અને છરી સહિત રૂ.5.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરિયાદી મહિલાના 17 વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયેલા હતા. જે બાદ તે આરોપી મહેશપરી સંપર્કમાં આવી હતી અને બંને પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારે મહિલા સાથે તેમના આગલા ઘરના સંતાનો પણ સાથે આવ્યા હતા. જે સંતાનોને આરોપી મહેશ્વરીએ ઉછેરી મોટા કર્યા હતા. ધંધે બગાડી લગ્ન પણ કરાવી આપ્યા હતા. જે બાદ સંતાનોએ હવે તેમના પિતાને જાકારો આપી દેતા મહિલા તેમના ઢોલરા રહેતા પુત્ર પાસે રહેવા ચાલી ગઈ હતી. તે વાતનો ખાર આપી મહેશ્વરીએ તેમના મિત્ર જાફર સાથે મળી આ બનાવને અંજામ આપ્યો હતો. જે બાદ શાપર પોલીસે કોટડાસાંગાણી પાસેથી આરોપીઓને ફિલ્મી ઢબે પકડી પાડી મહિલાને મુક્ત કરાવી હતી.

રિલેટેડ ન્યૂઝ