‘જયહિન્દૃ પરિવારના વાત્સલ્યસભર પૂજ્ય માતુશ્રી સ્વ. લીલાવંતીબહેન નરોત્તમદૃાસ (બાબુભાઈ) શાહની આજે પુણ્યતિથિના સ્મરણ સાથે સમગ્ર ‘જયહિન્દૃ પરિવાર પૂ.. બાને ભાવભર્યા શ્રધ્ધાસુમન અર્પે છે. તેઓ ભૌતિક સ્વરૂપે અમારા વચ્ચે અત્યારે નથી, પરંતુ તેમની પ્રેરણા, આશીર્વાદૃ અને માર્ગદૃર્શન અમે અનુભવી રહૃાા છીએ.
અનેક આદૃર્શો અને સિધ્ધાંતોને અનુસરીને અમારા પિતાશ્રી બાબુભાઈ શાહે ‘જયહિન્દૃના પ્રકાશનનો પુરૂષાર્થ હાથ ધર્યો ત્યારે પૂ. બાએ આ પુરુષાર્થમાં યોગદૃાન આપીને ‘જયહિન્દૃના ઉત્કર્ષમાં સાથ આપ્યો હતો. પૂ. બાએ પરિવારમાં ધર્મના, સિધ્ધાંતોના, વિનમ્રતા અને સખ્ત પરિશ્રમના સંસ્કારો સીંચીને પ્રગતિ અને વિકાસની પ્રેરણા આપી હતી.
જે સમયમાં અખબારના પ્રકાશનનું કાર્ય અતિ સાહસભર્યું હતું ત્યારે ‘જયહિન્દૃ અખબારના સ્થાપનાના સમયથી શરૂ કરીને અમારા પૂજ્ય પિતાશ્રીને આ અખબારના સંચાલનમાં પ્રબળ ટેકાનું તથા અમારા પરિવારમાં તેમણે સીંચેલા સિધ્ધાંતોનું સ્મરણ કરતા પ્ાૂ. બાને અમે કોટિ કોટિ વંદૃન કરીએ છીએ.
પૂ. બાપુજી અનંત યાત્રાએ સિધાવ્યા પછી પૂ. બાએ પરિવારને તેના ભગીરથ સાહસમાં જરૂરી માર્ગદૃર્શન આપ્યું હતું. સૌને સહાયક થવાની ભાવના ધરાવતા પૂ. બા પ્રેરણામૂર્તિ હતા. તેનું સ્મરણ કરતા તેમને કોટિ કોટિ વંદૃન કરીએ છીએ.
