રાજકોટમાં અઢી માસ પુર્વે લગ્ન કરનાર નવોઢાનો ફાંસો ખાઇ આપઘાત

માનસીક તનાવમાં પગલુ ભર્યાની શંકા: ત્રંબાથી માવતર દોડી આવ્યા

સામાકાંઠે અઢી મહિના પહેલા લગ્ન કરનાર કૃપાલી ઢોલરીયાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. પોલીસને ફક્ત એટલું જાણવા મળ્યું કે, મૃતક માનસિક તણાવમાં હતી. ક્યાં કારણે તનાવમાં હતી? તે જાણવા ન મળતા વધુ તપાસ હાથ ધરાઈ છે. મૃતકનું પિયર ત્રંબા ગામ છે.
માતા – પિતા સહિતના રાજકોટ દોડી આવ્યા હતા. પોલીસ માવતર પક્ષનું નિવેદન લેશે અને આપઘાતનું કારણ જાણવા માટે પ્રયત્ન કરશે.
બનાવો અંગે મળેલી વિસ્તૃત માહિતી મુજબ આજે સવારે 11:30 વાગ્યા આસપાસ શહેરના સામા કાંઠે સંત કબીર રોડ અને પેડક રોડ વચ્ચે મારુતિ મધરલેન્ડ સ્કૂલની પાછળ આવેલ કૈલાસ ધામ મેઈન રોડ પર રહેતી કૃપાલી રોહન ઢોલરીયા (ઉંમર વર્ષ 27 ) નામની નવોઢાએ પોતાના ઘરે પંખામાં ચૂંદડી બાંધી આપઘાત કરી લીધો હતો. પરિવારજનોને જાણ થતા 108 માં જાણકારી હતી 108 ના ઇએમટીએસ સ્થળ ઉપર આવીને મૃત જાહેર કરી હતી અને પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. પરિવારની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે મૃતકના હજુ અઢી મહિના પહેલા જ લગ્ન થયા હતા. પતિ કરિયાણા દુકાન ચલાવે છે. આપઘાતનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

રિલેટેડ ન્યૂઝ