ભોમેશ્ર્વર મંદિર નજીક ઘટના પોલીસે શરૂ કરી તપાસ
ભોમેશ્ર્વર મંદિર પાસે વાહન અથડાવા જેવી નજીવી બાબતે બંગળી બજારના વેપારી બંધુઓ પર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. વેપારી બંધુ રાજ ચગ અને હિતેષ ચગને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. રિક્ષામાં આવેલા શખ્સો ફરાર થઈ ગયા હતા.
ઘટનાની વિગત મુજબ, રાજભાઇ હિતેષભાઇ ચગ (ઉંમર વર્ષ 30) અને તેના મોટા ભાઈ હર્ષભાઈ હિતેષભાઇ ચગ (ઉંમર વર્ષ 33)(રહે. બંને એપલ ગ્રીન, નાગેશ્ર્વર, જામનગર રોડ) આજે બપોરે 2 વાગ્યાં આસપાસ ભોમેશ્ર્વર મંદિર પાસે હતા ત્યારે સામેવાળા ચાર અજાણ્યા શખ્સોએ પાઇપ અને ઢીંકા પાટુનો માર મારતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. તેઓએ કરેલા આક્ષેપ મુજબ, તેમને બંગડી બજારમાં કટલેરીની દુકાન છે. રાજભાઈ પોતાના ઘરેથી એક્ટિવા લઈ દુકાને જતા હતા. ત્યારે ભુવનેશ્ર્વર મંદિર પાસે ફીડમાં આવેલી કાર તેના એકટીવા સાથે અથડાઈ હતી. નજીવી ટક્કર હોવાના કારણે એકટીવા ઉપરથી પડતા પડતા રાજભાઈ રહી ગયા હતા. તેમને રીક્ષા ચાલકને જોઈને ચલાવવાનું કહ્યું હતું. જેથી રિક્ષામાંથી ચાર જણા ઉતર્યા હતા અને રાજુભાઈને અપશબ્દો કહીને ઝઘડો કર્યો હતો. જેથી રાજભાઈએ પોતાના મોટાભાઈ હર્ષભાઈ ને ફોન કરીને સ્થળ ઉપર બોલાવ્યા હતા. રિક્ષામાં આવેલા ચારેય લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ચારેય જણા ઉસકેરાઈ ગયા હતા અને બંને ભાઈઓને માર માર્યો હતો. પોલીસે આ અંગે બંને ભાઈઓના નિવેદન લઈને આગળની તપાસ તજવી જાતધારી હતી અને ભાગી ગયેલા શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.
