વેસ્ટઝોન હેન્ડબોલ બહેનોની ટુનામેન્ટમાં સૌ. યુનિ.નો વિજય

ગોવિંદ ગુ્રૂ યુનિ.ને 32-2થી હાર્યા: પાંચ ઝોનની 61 ટીમો વચ્ચે જંગ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એઆઈયુ વેસ્ટ ઝોન હેન્ડબોલ બહેનો સ્પધાનો પ્રારંભ થયો છે.ગુજરાતમાં પ્રથમવાર આ પ્રકારની વેસ્ટ ઝોન હેન્ડબોલ બહેનો સ્પર્ધાનું આયોજન થવાથી સમગ્ર રાજ્ય માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે.
આ વેસ્ટઝોન હેન્ડબોલ સ્પર્ધાના ઉદ્ઘાટન સમારોહમાં રાજકોટના સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. મનીષ ધામેચા, ગોવિંદ ગુરૂ યુનિના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો. જયદીપસિંહ ચૌહાણ, ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશ રાબા, જિલ્લા રમતગમત અધિકારી વિરેન્દ્રસિંહ જાડેજા, બોર્ડ ઓફ સ્પોર્ટ્સના સભ્ય તેમજ યુનિવર્સિટીના અધ્યાપક વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારોહની શરૂઆત ભવ્ય માર્ચપાસ્ટથી થઈ હતી. જેમાં એનસીસી કેડેટ્સે શિસ્તબદ્ધ પ્રદર્શન કર્યું. ગણેશ વંદના માટે એમ.જે.કુંડલીયા કોલેજની ની વિદ્યાર્થીનીઓએ રજૂઆત કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સમગ્ર કાર્યક્રમ અત્યંત ગૌરવપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે યોજાયો હતો.
આ સ્પર્ધામાં પશ્ચિમ ઝોનના પાંચ રાજ્યોની કુલ 61 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો છે,સ્પર્ધાની શરૂઆત સાથે જ યજમાન ટીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ પ્રથમ મેચમાં ગોવિંદ ગુરુ યુનિ ગોધરા સામે 32-2 ના ભવ્ય સ્કોર સાથે વિજય મેળવી સ્પર્ધામાં શાનદાર એન્ટ્રી નોંધાવી છે.

રિલેટેડ ન્યૂઝ