રાજકોટના ડીએમકે પાર્ક-1માં આવેલી શ્રી રાધેક્રિષ્ના ડેરીમાંથી ક્રિમ મિલ્ક લેતા પહેલા ચેતજો!


યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ પર ફૂડ લાયસન્સ વગર ધંધો કરતા 3 વેપારી ઝપટે

મનપાએ લીધેલો નમુનો નાપાસ થઈને આવ્યો
મનપા દ્વારા મવડીની ડેરીમાંથી લેવામાં આવેલા મલાઇયુકત કુલ ક્રિમ દુધમાં કૃત્રિમ ફેટ સહિતની મિલાવટ બહાર આવતા આ નમુનો ફેઇલ જાહેર થયો છે. રાજકોટમાં દુધ અને દુધની બનાવટમાં આ રીતે મોટી ભેળસેળ ચાલુ હોવાનું હજુ લાગી રહ્યું છે.
મવડી બાયપાસ રોડ, ડીએમકે પાર્ક-1, સોરઠીયાવાડીમાં આવેલ શ્રી રાધે ક્રિષ્ના ડેરી ફાર્મમાંથી કુલ ક્રીમ મિલ્ક (લુઝ)નો નમુનો લઇ લેબોરેટરી પરીક્ષણમાં મોકલવામાં આવ્યો હતો. તેના રીપોર્ટમાં ટેસ્ટ ફોર ફોરેન ફેટ બીઆર એટ 40 ડિગ્રીની માત્રા ધારાધોરણ કરતા વધુ બહાર આવી હતી. આથી આરોગ્ય માટે નુકસાનકારક આ નમુનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થતા કાયદેસર કાર્યવાહીની તજવીજ શરૂ કરવામાં આવી છે.
દરમ્યાન ફૂડ વિભાગની ટીમ દ્વારા સેફટી વાન સાથે શહેરના સાધુવાસવાણી મેઇન રોડ, યુનિ. રોડ વિસ્તારમાં ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 23 ધંધાર્થિઓને ત્યાં ર0 નમુનાની ચકાસણી કરાઇ હતી. જેમાં (1)ક્રિષ્ના પાણીપુરી (2)દેવ પાણીપુરી અને (3)ગાત્રાળ ટી સ્ટોલને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી છે. ઉપરાંત (4)જુલેલાલ કોલ્ડડ્રિંક્સ (5)વેદ મેડિકલ સ્ટોર (6)ધારેશ્વર ડેરીફાર્મ (7)મહાલક્ષ્મી ડેરીફાર્મ (8)હલ્દીરામ સ્વીટ્સ નમકીન (9)મિતાયા ગ્રોસરી સ્ટોર (10)અનંત ડેરીફાર્મ (11)ગોલ્ડન સુપરમાર્કેટ (12)બાલાજી ફરસાણ (13)આર હાઇપર માર્ટ (14) ક્રિષ્ના કોલ્ડડ્રિંક્સ (15)શ્રીનાથજી (16)ગણેશ અમ્રુત પાર્લર (17)શ્રીનાથજી ખમણ (18)શિવ મદ્રાસ કાફે (19)ગુરુનાનક ચાઇનીઝ પંજાબી (20)શ્રી રામવિજય ડ્રાયફ્રુટ (21)આશાપુરા કોલ્ડડ્રિંક્સ (22) સેલવાસ સાઉથ (23)આમદવાદ પુરી વડાપાઉંમાં ચકાસણી કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ