ગેસની કટોકટી વચ્ચે રાજકોટમાં નાસ્તા ગલીઓમાં લારીઓ બંધ

હેમુ ગઢવી હોલ પાછળની શેરી, ભકિતનગર સર્કલ સહિતના વિસ્તારોમાં પડેલી અસર

ઈરાન-ઈઝરાયલ અમેરિકાના યુદ્ધનાં માહોલમાં કોર્મશિયલ ગેસ સિલિન્ડરની સર્જાયેલી અછતનો માર નાના-નાના ખાણીપીણીનાં ધંધાર્થી પર જોવા મળી રહ્યો છે. ટાગોર રોડ હેમુગઢવી પાછળ આવેલી (ખાઉંગલી) ખાણીપીણીની રેંકડી ધરાવતા નાના વેપારીઓની પરિસ્થિતિ વિકટ થતાં રેકડીઓ બંધ કરવા લાગ્યા છે. મોટાભાગની ખાણીપીણીની રેંકડીઓ બંધ થવા લાગી છે.ગેસની અછતથી કોર્મશિયલ ગેસ સિલિન્ડર મળતા બંધ થતાં ખાણીપીણી રેંકડીઓ ટાગોર રોડ હેમુ ગઢવી હોલ પાછળની આ ગલીમાં અંદાજે 54 જેટલી ખાણીપીણીની લારીઓ છે જેમાંથી હાલ 20 થી 22 જેટલી રેંકડીઓ શરૂ છે. ગેસની અછતથી ગરમાગરમ ફાસ્ટફુડ બનાવવું મુશ્કેલ બનતા રેંકડીઓ બંધ કરી હોવાનું નાના ધંધાર્થીઓએ જણાવ્યુ હતું.
આ ઉપરાંત પકવાન અને ભુંગળાની સપ્લાય બંધ થતાં માલ લેવા દુકાને અને રેલનગર સુધી દોડવુ પડે છે.તેમાં પણ પેેકેટ દીઠ રૂ.3 થી 5નો વધારો થતાં ચીજવસ્તુઓ મોેંઘી બનતા ખાણીપીણીની લારીઓ બંધ થઈ રહી છે.નાના ધંધાર્થીઓની રોજગારી છીનવાઈ ગઈ છે. સાથે ડેઈલી નાસ્તો ફાસ્ટફુટ આરોગવા આવતા નોકરીયાતો, છાત્રો અને જોબ કરતા ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે. ના છુટકે મોંઘી દાટ રેસ્ટોરન્ટ, હોટલોમાં જવુ પડે છે. આ ઉપરાંત ભકિતનગર વિસ્તારની ખાઉગલીની પણ આ પ્રકારની મુશીબત છે. ભકિતનગર સર્કલ પાસેથી ખાણીપીણીની ગલીમાં ગેસની અછત થી દાળ-પકવાન,ઘુઘરા, ભુંગળા બટાકા, સેન્ડવીચ, ગુજરાતી થાળી, પુરી-શાકની પ્લેટ, પાંઉભાજી, ઢોસા, સહિતની રેંકડીઓ બંધ થવા લાગી છે.
ખાલીપીણીના નાના ધંધાર્થીઓને પકવાન, ભુંગળા સહિતના માલ રેકડી પર પહોંચતો હતો જે બંધ થતા હવે તળેલા પકવાન, ભુંગળા લેવા બજારમાં જવુ પડે છે.તે પણ ફોન કરીને ઓર્ડર નોધાવવો પડે છે. પરિણામે વધારાનો ખર્ચ સાથે સમય પણ લાગી રહ્યો છે. ગેસની અછત ખાણીપીણીની રેંકડીઓ બંધ થઈ રહી છે. પરિણામે આમ જનતાને આસાનીથી મળતી ખાણીપીણીની ચીજવસ્તુઓ આરોગવી મુશ્કેલ બની છે.ખાણીપીણીના શોખીનો મુશ્કેલીમાં મુકાયા છે.
રાજકોટના અનેકવિધ, વિસ્તારો સર્કલો આસપાસ તેમજ શેરીગલી વિસ્તારોમાં ખાણીપીણી રેંકડીઓ સિલિન્ડરોની ગેસની અછતથી બંધ થવા લાગી છે. પરિણામે અનેક નાના ધંધાર્થીઓ બે રોજગાર બન્યા છે ગેસની અછત આગામી દિવસોમાં વિકટ બનશે તો મોટી હોટલ-રેસ્ટોરન્ટ જેવી દુકાનોને પણ અસર થવાની શકયતા છે.
સરકાર દ્વારા તાકીદે નાના ધંધાર્થીઓને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી છે.

રિલેટેડ ન્યૂઝ