ભકિતનગર સ્ટેશન પ્લોટમાં 24 કેરબામાંથી દારૂની 108 બોટલ મળી: ત્રણ સ્થળે દરોડામાં ત્રણ પકડાયા
શહેર પોલીસે દારૂના ધંધાર્થી પર ઘોંસ બોલાવી છે. દારૂના ત્રણ દરોડા પાડી રૂ. 4.32 લાખના દારૂ સાથે મહિલા સહીત ત્રણને ઝડપી લીધા હતા. પીસીબી ટીમે ભક્તિનગર સ્ટેશન પ્લોટ નજીક કેરબામાંથી 108 બોટલ, ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોટા મવાના એપાર્ટમેન્ટમાંથી 36 બોટલ અને એલસીબી ઝોન-2 ટીમે આંબેડકરનગરમાંથી 10 બોટલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
દરોડાની પ્રાપ્ત વિગત અનુસાર પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયાની રાહબરી હેઠળ એએસઆઈ સંતોષભાઈ મોરી, હરદેવસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ રાહુલગીરી ગોસ્વામી અને કોન્સ્ટેબલ દેવરાજભાઈ કળોતરાની ટીમે ભક્તિનગર સ્ટેશન પ્લોટ ઉદ્યોગ નગર શેરી નં.-3, સરકારી આઈ.ટી.આઈ. સામે જાહેર રોડ પર મનીષ ગીરીશભાઈ પાઉં નામના શખ્સ પાસે રહેલ બ્લુ કલરના કેરબામાં છુપાવેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો કબ્જે કરી મનીષ ગીરીશ પાઉં (ઉ.વ.38, રહે. જય ભવાની કૃપા મકાન, લાખના બંગલા પાછળ, ગાંધીગ્રામ) ને અટકાયતમાં લઈ 14 કેરબામાંથી અંગ્રેજી શરાબનીદારૂની અલગ અલગ 108 બોટલ રૂ.3,75,648 કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બીજા દરોડામાં ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇ વનરાજસિંહ ડોડીયા અને તેની ટીમે કાલાવડ રોડ પર મોટામવા નજીક રુચિ રેસીડેન્સી બ્લોક નં.-56, ગોવિંદ કલા નામના મકાનમાં રહેતા નમ્રતા જીતેન્દ્ર ભંભાણીના રહેણાંક મકાનમાં દરોડો પાડી રસોડાના પ્લેટફોર્મ નીચે રાખેલા અલગ અલગ પુઠાના બોક્સમાંથી રૂ.58,584 ની કિંમતની 36 બોટલ દારૂ અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. 63,584 નો મુદ્દામાલ કબજે કરી મહિલા આરોપી નમ્રતાબેન જીતેન્દ્ર ભંભાણીને પકડી કાર્યવાહી કરી હતી.
ત્રીજા દરોડામાં એલસીબી ઝોન-2 પીએસઆઇ આર એચ ઝાલાના માર્ગદર્શન હેઠળની ટીમે 150 ફૂટ રીંગ રોડ, આંબેડકર નગર નજીક, ગોકુલ નંબર શેરી નંબર 4 ખાતે જાહેરમાંથી રૂ.2500 કિંમતના શરાબના 10 ચપલા સાથે પૃથ્વી દિલીપભાઈ કંટારીયા (ઉવ 20 રહે.આંબેડકરનગર મેઇન રોડ, 150 ફૂટ રીંગ રોડ) ની ધરપકડ કરી હતી.
