સીબીએસઇ બોર્ડ દ્વારા જાહેર થયેલા રીઝલ્ટમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં મોદી સ્કૂલ સીબીએસઇના વિદ્યાર્થીઓનો 100 ટકા રીઝલ્ટ સાથે દબદબો જોવા મળ્યો હતો. તેમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં તથ્ય મહેશભાઇ રીબડીયા-મેથ્સ-97-સાયન્સ-99, એસ.એસ.-98, ઇંગ્લીશમાં 97, હિન્દીમાં 99, ટોટલ 490-500 માર્કસ-98 ટકા સાથે પ્રથમ સ્થાને રહેલ છે.
પ્રિશા ચૌહાણ-97 ટકા સંસ્કૃતમાં 100-100 સાથે દ્વિતીય, હર્ષિલ સાંગાણી-96.80 ટકા સંસ્કૃતિકમાં 100-100 અને સુમીત ચાવડા-96.80 ટકા સાથે તૃતીય સ્થાન મેળવેલ છે. અન્વીતા દુબે-સાયન્સમાં 100-100 માર્કસ સાથે 96.60 ટકા અને શ્રીયા પારખીયા 96.60 ટકા સાથે ચર્તુથ સ્થાન મેળવેલ છે તેમજ પ્રિશા ચૌહાણ, હર્ષિલ સાંગાણી, સિધ્ધાંત વોરા, ખર્વ શાહ, ધ્રુવ ત્રિવેદી અને વિધાન સરવૈયાએ સંસ્કૃતમાં 100-100 ગુણ મેળવેલ છે.
મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ સમગ્ર બોર્ડમાં 95 ટકા ઉપર 17, 90 ટકા ઉપર 52, 85 ટકા ઉપર 95 તથા 80 ટકા ઉપર 133 એ સ્થાન મેળવેલ છે તેમજ સંસ્કૃત વિષયમાં 100-100 માર્કસ મેળવનાર 6 વિદ્યાર્થીઓ છે. સીબીએસઇ બોર્ડના બધા વિદ્યાર્થીઓને મોદી સ્કૂલના સંસ્થાપક ડો. રશ્મીકાંત મોદી તથા પારસ મોદીએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ હતાં.
