સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. આ વખતે કોઈ દર્દી કે તેના સગાએ નહીં, પરંતુ હોસ્પિટલના જ બે જવાબદાર મહિલા તબીબોએ મધરાત્રે ઈમરજન્સી વિભાગમાં ભારે હોબાળો મચાવ્યો હતો. દર્દીની સારવાર કરવા જેવા ગંભીર મુદ્દે શરૂ થયેલી સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી, જેમાં બંને મહિલા તબીબોએ એકબીજા પર અંગત આક્ષેપો અને કાળા-રૂપાળા હોવાની ટિપ્પણીઓ કરતા બંન્ને મહિલા તબીબો વચ્ચે બાકાઝીંકી બોલી ગઇ હતી. મધરાત્રે બનેલી આ ઘટનાને પગલે હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓના સગા વ્હાલાઓ પણ અવાક બની ગયા હતા. સિવિલ હોસ્પિટલમાં ગત મોડી રાત્રે 12.30 વાગ્યાના અરસામાં સંતોષીનગર ફાટક પાસે રિક્ષા પલ્ટી ખાઇ જતા સોનુબાઇ હરેશભાઇ ચૌહાણ (ઉ.વ.40)નામના મહિલાને ઇજા પહોંચતા 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા. આ દર્દીને ગળાના ભાગે અને માથાના ભાગે વધુ ઇજા હોવાનુ માલુમ પડતા સર્જરીના ફરજ પરના રેસીડેન્ટ ડોક્ટર ઇમરજન્સી વિભાગમાં આવ્યા હતા. દરમ્યાન આ દર્દીના કેસ સંદર્ભે ઈમરજન્સી વિભાગમાં ફરજ પરના મહિલા મેડિકલ ઓફિસર અને ઓન-ડ્યુટી સર્જિકલ વિભાગના મહિલા રેસિડેન્ટ તબીબ વચ્ચે ચર્ચા શરૂ થઈ હતી.પ્રાથમિક તબક્કે દર્દીની તપાસ કોણ પહેલાં કરશે અને કઈ પ્રક્રિયા અનુસરવી તે બાબતે બંને વચ્ચે મતભેદ સર્જાયા હતા. જો કે, આ વ્યાવસાયિક મતભેદ ક્ષણભરમાં જ વ્યક્તિગત અહમની લડાઈમાં ફેરવાઈ ગયો હતો. વિવાદ એટલો વધી ગયો હતો કે બંને મહિલા તબીબો હોસ્પિટલની મર્યાદા અને ગરિમા ભૂલી ગયા હતા. બોલાચાલી દરમિયાન સર્જિકલ વિભાગના મહિલા તબીબે ઉગ્ર આક્રોશ સાથે મેડિકલ ઓફિસરને સંભળાવ્યું હતું કે, હું અહીં મારી ફરજના ભાગરૂૂપે દર્દીની તપાસ કરવા આવી છું, તમોને રૂપાળા જોઈને નથી આવી. આ કાળારૂપ ાળાના કથિત ટોણાથી મામલો વધુ બિચક્યો હતો.સામે પક્ષે મહિલા મેડિકલ ઓફિસર પણ લાલઘૂમ થઈ ગયા હતા અને તેમણે વળતો પ્રહાર કરતા ઉંચા અવાજે કહી દીધું હતું કે, આ ઓફિસ મારી છે, તારા બાપની નથી! તેમ કહી રેસીડેન્ટ તબીબને ઇમરજન્સી વિભાગમાં ાવવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. મધરાત્રે હોસ્પિટલમાં બંને ઉચ્ચ શિક્ષિત મહિલા તબીબો વચ્ચે આ પ્રકારે તું તારી પર ઉતરી આવીને થયેલી બાકાઝીંકીને પગલે ફરજ પરનો અન્ય નર્સિંગ સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડ દોડી આવ્યા હતા અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જે સમયે આ હંગામો ચાલી રહ્યો હતો, ત્યારે ઈમરજન્સી વોર્ડમાં અન્ય ગંભીર દર્દીઓ પણ સારવાર હેઠળ હતા. ભગવાનનો અવતાર ગણાતા તબીબોને જ આ રીતે જાહેર હોસ્પિટલમાં ઝઘડતા જોઈને દર્દીઓ અને તેમના પરિવારજનોમાં આશ્ર્ચર્ય સાથે ભારે નારાજગી જોવા મળી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
શાપરના પારડીમાં પરિણીતા ઉપર પિતા-પુત્રનો છરી વડે જીવલેણ હુમલો
હુમલાખોર શખ્સો વિરૂધ્ધ હત્યાની કોશિષની ફરીયાદ રાજકોટમાં આવેલા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતી પરિણીતા પારડી ગામ પાસે... -
રાજકોટમાં માતા-પુત્ર ઉપર મહિલા સહિત ત્રણ શખ્સો ધોકા વડે તુટી પડ્યા
યુવાનને સગા ભાઈએ પાઈપથી ફટકાર્યો શહેરમાં આજી વસાહતમાં આવેલા આંબેડકરનગરમાં માતા-પુત્ર ઉ5ર નજીવા પ્રશ્ર્ને મહિલા સહિત... -
રાજકોટમાં કલેઇમ બાર એશો.ના ઉમેદવારો બિનહરીફ
આરબીએ પેનલ સામે એક પણ ફોર્મ રજુ ન થતા વરણી: ઠેરઠેરથી શુભેચ્છા રાજકોટના ક્લેઇમ બાર એસોસિએશનની...
