રાજકોટ પંથકમાં હાર્ટ એટેકનો ઉપાડો નિવૃત પી.એસ.આઈ સહિત ત્રણના મોત

ત્રણેય લોકોને સારવાર માટે ખસેડાયા પણ જીવ ન બચ્યો

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનો કહેર યથાવત હોય તેમ રાજકોટ પંથકમાં વધુ ત્રણ લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં રાજકોટમાં આવેલા રેલનગરમાં રહેતાં નિવૃત્ત પીએસઆઈ ક્રિપાલસિંહ જીવુભા જાડેજા નામના 62 વર્ષના વૃધ્ધ પોતાના ઘરે હતાં ત્યારે બપોરના અઢી વાગ્યાના અરસામાં બે ભાન હાલતમાં ઢળી પડતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી ક્રિપાલસિંહ જાડેજાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યુ હતું. બીજા બનાવમાં મુળ રાજસ્થાનના વતની અને હાલ રાજકોટમાં રૈયા રોડ પર આવેલી શિવપરા સોસાયટીમાં રહેતાં ગેનારામ સદારામ ચૌધરી (ઉ.વ.59) બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતાં ત્યારે હાર્ટએટેક આવતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક વૃધ્ધ ચાર ભાઈ ત્રણ બહેનમાંવચેટ હતાં અને તેમને સંતાનમાં એકપુત્ર અને બે પુત્રી છે. મૃતક વૃધ્ધ કલરકામની સાઈટ પર માપ લેવાનું કામકરતાં હતાં.આ ઉપરાંત ત્રીજા બનાવમાં કોટડાસાંગાણીના પીપલાણા ગામ રહેતાં હંસરાજભાઈ લવજીભાઈ બાવરીયા નામના 53 વર્ષના આધેડ પોતાના ઘરે હતાં ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પરજ પરના તબીબે આધેડનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃતક આધેડને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બન્ને અંગે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ