જસદણ પાસેથી 645 બોટલ દારૂ ભરેલી કાર સાથે બે ખેપીયા ઝડપાયા

એમપીથી જુનાગઢ પહોંચાડવાનો હતો: 7.60 લાખનો મુદામાલ કબજે

જસદણ નજીક વિંછીયા બાયપાસ રોડ પર શ્રીનાથજી પેટ્રોલ પંપની સામેથી એલસીબીએ બાતમીના આધારે દારૂૂની હેરાફેરી કરતી એક ફોર વ્હીલ કારને ઝડપી પાડી છે. પોલીસે કારમાંથી રૂૂ.2.45 લાખના વિદેશી દારૂૂનો મોટો જથ્થો જપ્ત કરી મધ્યપ્રદેશના બે શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે વિંછીયા બાયપાસ રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી મહિન્દ્રા કંપનીની ટીયુવી 300 મોડેલની ફોર વ્હીલ કાર જીજે-02-ઝેડઝેડ- 3552 ને રોકીને તલાશી લેવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન કારમાંથી 180 એમ.એલ.ની સીલપેક પ્લાસ્ટિકની બોટલો ધરાવતો ભારતીય બનાવટનો વિદેશી દારૂૂ મળી આવ્યો હતો. એલસીબીએ દારૂૂની કુલ 645 બોટલો જપ્ત કરી છે, જેની અંદાજિત કિંમત રૂૂ. 2,54,775 થાય છે. આ વિદેશી દારૂૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે હેરફેર કરવામાં આવી રહ્યો હતો. પોલીસે દારૂૂના જથ્થા સાથે રૂૂ. 5,00,000 ની કિંમતની મહિન્દ્રા કાર અને રૂૂ. 6,000 ની કિંમતના 2 નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂૂ. 7,60,775 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે કાર ચલાવી રહેલા ડ્રાઇવર ધનંજય ગુર્જર ભરડીયા (ઉંમર વર્ષ 21, ધંધો મજૂરી, રહે. બડદલી ગામ, તા. સોંડવા, જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ) તથા તેની સાથે રહેલા નિલેશ ઇશરીયા કલેશ (ઉંમર વર્ષ 26, ધંધો ડ્રાઇવિંગ, રહે. છોટી ઉતાવલી, બયડી ફળીયા, તા. સોંડવા, જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ) ની ધરપકડ કરી છે.આ બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ દારૂૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પણ પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરી છે.


રિલેટેડ ન્યૂઝ