સોમનાથ બાયપાસથી કાજલી ગામ સુધીનો નેશનલ હાઇવે બિસ્માર હાલતમાં વાહનો ચલાવવા અતિ મુશ્કેલ

કાજલી માર્કેટીંગ યાર્ડની બાજુમાં હિરણ નદીના પુલ ઉપર મોટા મોટા ખાડાઓને કારણે નાના વાહનોના રોજ પડવાના બનાવો

સોમનાથ સદભાવના ગ્રાઉન્ડ મા વડાપ્રધાન ના કાર્યક્રમ ને કારણે રસ્તા નુ રીપેરીંગ કામ ચાલુ છે અને રસ્તા રીપેરીંગ ના તમામ સાધનો પણ છે તો આ રોડ પણ સોમનાથ ને જોડતો રોડ છે અને વડાપ્રધાન ના કાર્યક્રમ મા ભાવનગર,ઉના વિસ્તાર અને અમરેલી થી તમામ વાહનો કાર્યક્રમ મા આવવાના છે તે આ રસ્તા ઉપર થી પસાર થવાના છે અત્યારે ખરાબ રસ્તા ને કારણે ટ્રાફીક રહે તો વડાપ્રધાન ના કાર્યક્રમ ને લય ને વાહનો નો વધુ ધસારો રહેવાનો છે જેથી આ રસ્તો રીપેરીંગ કરવો ખુબજ જરૂરી છે બાકી ટ્રાફીક નો મોટો પ્રશ્ન ઉભો થશે. સોમનાથ બાયપાસ થી કાજલી ગામ સુધી નો રસ્તો અતિ બિસ્માર હાલતમાં ફેરવાયેલ છે કાજલી માર્કેટીંગ યાર્ડ ની બાજુમાં હિરણ નદી ઉપર આવેલ પુલ ઉપર મોટા મોટા ખાડાઓ પડી ગયેલ છે જેથી આ પુલ ઉપર થી વાહન પસાર કરવામાં ખુબજ મુશ્કેલી પડે છે અને તેમાં નાના બાઇક ચાલકો મોટા ખાડા ને કારણે વારંવાર પડવાં ના બનાવો બને છે અને આ ખરાબ રસ્તો કાજલી ગામ ના રોડ સુધી આવેલ છે આ રસ્તા ઉપર થી સતત વાહનો ચાલતા હોય છે અને એક સેક્ધડ પણ વાહનો બંધ રહેતા નથી તેમજ આ અતિ બિસ્માર રસ્તા ને કારણે દિવસ ભર ટ્રાફીક ની સમસ્યા રહે છે અને ખરાબ રસ્તા થી વાહનો ને નુકસાન થાય છે અને વાહન મા મુસાફરી કરતા લોકો ના હાડકાં ખોખરા થય જાય છે. આ રોડ ઉપર થી દિવસ દરમ્યાન જીલ્લા કક્ષા ના અધિકારી ઓ અને રાજકિય અગ્રણી ઓ પણ નિકળતા હોય છે પરંતુ લોકો ની સમસ્યા રૂપ આ રસ્તો રીપેરીંગ મા કોઈ ને પડી નથી. આ રસ્તા ની ખરાબ સ્થિતિ ધણા સમયથી છે અને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે છતા આ રસ્તા ને રીપેરીંગ કરવા મા આવતો નથી જેથી તંત્ર કુંભકર્ણ ની નિંદ્રા માંથી જાગી અને લોકો માટે આ ખુબજ મહત્વ ના રસ્તો વડાપ્રધાન ના કાર્યક્રમ પહેલા તાત્કાલિક રીપેરીંગ કરાવે તેવી લોકો ની માંગણી છે.

રિલેટેડ ન્યૂઝ