સૌરાષ્ટ્રભરમાંથી સંગઠનના 400થી વધુ કાર્યકરોએ હાજરી આપી
સોમનાથ ખાતે મહંમદ ગઝનવી એ જે સોમનાથ મંદિર તોડી પાડી અને લુટ ચલાવેલી જેને 2026 ના 1000 વર્ષ પુરા થતા વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટ ના અધ્યક્ષ નરેન્દ્રભાઇ મોદી ને આ વિચાર આવેલ અને આ ભવ્ય કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવેલ છે
આ તકે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા એ જણાવ્યું કે સોમનાથ મંદિર 17 વખત તોડવામાં આવેલ અને મંદિર ને લુંટવામાં આવેલ મહંમદ ગઝનવી દોઢ હજાર કિલોમીટર થી 50 હજાર ના સેના સાથે આવેલ અને સોમનાથ મા મંદિર તોડી પાડવામાં આવેલ અને કત્લેઆમ કરવામાં આવેલ જેને 2026 મા એક હજાર વર્ષ પુરા થાય છે જેથી સોમનાથ મા ભવ્ય કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવેલ છે જેથી સંગઠન ના તમામ હોદ્દેદારો ને સોમનાથ લોકો મોટી સંખ્યામાં આવે સોમનાથ ના કાર્યક્રમ હાજરી આપે અને સોમનાથ મહાદેવ ના દર્શન કરે
આ તકે કેબીનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી એ જણાવ્યું કે સોમનાથ સ્વાભિમાન પર્વ નુ આયોજન મોદિજી ના વિચારો ને કારણે થયેલ છે સોમનાથ ના કાર્યક્રમ નુ ઉપસ્થિત સંગઠન ના હોદેદારો ને સમગ્ર કાર્યક્રમ ની માહિતી આપેલ હતી
આ તકે સમગ્ર સૌરાષ્ટ્રમાં થી રાજકોટ, જુનાગઢ, ભાવનગર,ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર 6 જીલ્લા અને 3 મહાનગરો ના સંગઠન ના 400 થી અપેક્ષીત કાર્યકરો એ હાજરી આપી હતી સમગ્ર સૌરાષ્ટ્રમાં થી 2000 બસો આવશે જેના આયોજન માટે પણ ચર્ચા કરવામાં આવેલ
આ કાર્યક્રમ મા ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, મહામંત્રી અનિરુદ્ધ ભાઈ દવે,કેબીનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી, અર્જુનભાઈ મોઢવાડિયા, કુંવરજીભાઇ બાવળીયા,ડો પ્રદ્યુમન ભાઈ વાજા,કૌશીકભાઈ વેકરીયા, પ્રદેશ બક્ષીપંચ મોરચા ના ના પ્રમુખ માનસિંહભાઈ પરમાર, સાંસદ રાજેશભાઈ ચુડાસમાં, પ્રદેશ ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુક, પ્રદેશ કિશાન મોરચા ના પ્રમુખ હિરેનભાઇ હિરપરા, પ્રદેશ અગ્રણી ધવલભાઈ દવે સહિત સૌરાષ્ટ્ર ના તમામ ધારાસભ્યો, નગરપાલિકા ના પ્રમખો અને સભ્યો,તાલુકા અને જીલ્લા પંચાયત ના સભ્યો અને પુર્વ ધારાસભ્યો સહિત સંગઠન ના 400 હોદેદારો એ હાજરી આપી હતી
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાત બક્ષીપંચ મોરચા ના પ્રદેશ પ્રમુખ માનસિંહભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ હતુ.
