આવતીકાલથી ઓસ્ટ્રેલિયામાં નિકાસમાં ઝીરો-ટેરિફનો અમલ

ભારતમાંથી ઓસ્ટ્રેલિયામાં મોકલનારા તમામ પ્રકારના માલ પર 1લી નવેમ્બરથી ઝીરો ટેકસ હશે. બન્ને દેશો વચ્ચે ટ્રેડ-ડીલ અંતર્ગત નિકાસકારોને ઝીરો ટેકસનો લાભ મળશે.કેન્દ્રીય વ્યાપાર-ઉદ્યોગ મંત્રાલય દ્વારા એમ કહેવાયુ છે કે 1લી જાન્યુઆરીથી ભારતીય નિકાસ માટે 100 ટકા ઓસ્ટ્રેલિયન ટેરિફ લાઈન શૂન્ય ટેકસની થઈ જશે જેના કારણે નિકાસ વ્યાપાર માટે નવી તક ખુલશે. આ કરાર 2 એપ્રિલે થયો હતો અને 29 ડિસેમ્બર 2022ના રોજ અમલી થયો હતો.કેન્દ્રીય વ્યાપારમંત્રી પિયુષ ગોયલે કહ્યું કે ટ્રેડડીલ લાગુ થયા બાદ 2024-25ના નાણાવર્ષમાં ઓસ્ટ્રેલિયામાં ભારતની નિકાસમાં આઠ ટકાનો વધારો થયો છે અને ભારતને વ્યાપાર સંતુલનમાં મદદ મળી છે.

રિલેટેડ ન્યૂઝ