અમેરિકી જ્યોતિષી જેકશનની ભયાનક ભવિષ્યવાણી
વિશ્ર્વ વિખ્યાત અમેરિકન જ્યોતિષી અને બે વખત ’બેસ્ટ સાયકિક ઓફ ધ યર’નો એવોર્ડ જીતનાર જિલ એમ. જેક્સને વર્ષ ૨૦૨૬ માટે અત્યંત ચોંકાવનારી ભવિષ્યવાણીઓ કરી છે. તેમના મતે, આગામી સમય માનવજાત માટે એક ’રોલરકોસ્ટર રાઈડ’ સમાન સાબિત થશે, જેમાં આર્થિક પતનથી લઈને કુદૃરતી વિનાશ સુધીના સંકેતો છે.
જેક્સનના જણાવ્યા અનુસાર, ૨૦૨૬માં વૈશ્ર્વિક અર્થતંત્રમાં ભારે અસ્થિરતા આવશે. અમેરિકા સહિત અનેક દૃેશોમાં મોટા પાયે નોકરીમાંથી છટણી થશે. શેરબજારમાં અનિશ્ર્ચિતતાનો માહોલ રહેશે અને ક્રિપ્ટોકરન્સીના મૂલ્યમાં અકલ્પનીય ઉતાર-ચઢાવ જોવા મળશે. આ આર્થિક સંકટને કારણે લોકોએ પોતાનાં ઘર છોડીને સ્થળાંતર કરવાની નોબત આવી શકે છે.
પર્યાવરણની દ્રષ્ટિએ પણ આ વર્ષ ભયાનક રહેવાની આગાહી છે. અમેરિકાનો પશ્ર્ચિમ કિનારો, જાપાન, ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડ જેવા એશિયન દૃેશોમાં વિનાશક ભૂકંપ આવી શકે છે. આ ભૂકંપીય પ્રવૃત્તિઓને કારણે દૃરિયાઈ ટાપુઓ પર જળપ્રલય અને ગંભીર પૂરની સ્થિતિ સર્જાશે, જે પર્યાવરણ માટે મોટો ખતરો બનશે.
યુદ્ધના મોરચે જેક્સને જણાવ્યું છે કે રશિયા-યુક્રેન જેવો સંઘર્ષ હજુ લાંબો સમય ચાલી શકે છે. આ લડાઈ માત્ર જમીન માટે નહીં, પરંતુ સત્તા અને સંપત્તિના નિયંત્રણ માટે છે. જોકે, સૌથી આશ્ર્ચર્યજનક આગાહી અલૌકિક જીવન (છઙ્મૈીહજ) સાથેના સંપર્કની છે. વર્ષ ૨૦૨૬માં માનવજાત અન્ય દૃુનિયાના જીવો સાથે સંપર્ક સાધે તેવી શક્યતા છે.
