વધારાના ૧૫,૦૦૦ ડોલર ખર્ચવા પડશે
અમેરિકા સતત પોતાની ઈમીગ્રેશન અને વિઝા પોલિસીને વધારે કડક બનાવી રહૃાું છે. આ કડીમાં દૃેશે પોતાની વિવાદિૃત વિઝા બોન્ડ પોલિસીનું સર્કલ વધારે મોટું કરી દૃીધું છે.
તેના હેઠળ હવે કેટલાક દૃેશોના નાગરિકોને વિઝા અરજી કરતા સમયે ૧૫,૦૦૦ ડોલર સુધીનું રિફંડેબલ બોન્ડ જમા કરાવવું પડી શકે છે. આ નિર્ણયથી પ્રભાવિત દૃેશોના નાગરિકો માટે અમેરિકાની યાત્રા અને માઈગ્રેશન ખર્ચ ઘણો વધી જશે.કયા દૃેશ જોડાઈ ગયા લિસ્ટમાં?- યૂ.એસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ લિસ્ટમાં ૭ નવા દૃેશોને સામેલ કર્યા છે. આમાં ભૂટાન, બોત્સવાના, સેન્ટ્રલ આફ્રીકન રિપબ્લિક, ગિની, ગિની-બિસાઉ, નામીબિયા અને તુર્કમેનિસ્તાન સામેલ છે. એસોસિએટેડ પ્રેસના અનુસાર, આ નિર્ણય ૧ જાન્યુઆરીથી લાગુ થઈ ચૂક્યો છે.
આ નવા નામો જોડાયા બાદૃ લિસ્ટમાં સામેલ દૃેશોની કૂલ સંખ્યા ૧૩ થઈ ગઈ છે, જેમાં મોટાભાગના આફ્રીકી દૃેશ છે. આ પોલિસી પહેલીવાર ગત વર્ષે લાગુ કરવામાં આવી હતી, જ્યાં ઓગસ્ટ અને ઓક્ટોબરમાં મોરિટાનિયા, તંજાનિયા, ગામ્બિયા, મલાવી અને જામ્બિયા જેવા દૃેશોને લિસ્ટમાં જોડવામાં આવ્યા હતા.આ પોલિસી હેઠળ નિર્ધારિત દૃેશોના વિઝા એપ્લીકેન્ટ્સ પાસેથી ૫,૦૦૦થી ૧૫,૦૦૦ ડોલર સુધીના બોન્ડ જમા કરાવવા માટે કહેવામાં આવી શકે છે.
