અમેરિકન અબજોપતિ એલોન મસ્કની કંપની સ્ટારિંલક, ભારતમાં તેની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીને એક મોટી મંજૂરી મળી છે, જેનાથી તે તેના નેટવર્કમાં ઉપગ્રહોની સંખ્યા બમણી કરી શકશે. યુએસ ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશને ૭,૫૦૦ સેકન્ડ જનરેશનના ઉપગ્રહો તૈનાત કરવાની કંપનીની વિનંતીને મંજૂરી આપી છે. આનાથી કંપનીના નેટવર્કમાં ઉપગ્રહોની કુલ સંખ્યા ૧૫,૦૦૦ થશે. હ્લઝ્રઝ્ર એ કંપનીને ઉપગ્રહોની સંખ્યા વધારવા માટે માત્ર લીલી ઝંડી જ નથી આપી, પરંતુ તે પાંચ ફ્રીક્વન્સીઝ અને તરંગો પર પણ કાર્ય કરી શકશે જે અગાઉ પ્રતિબંધિત હતા. હ્લઝ્રઝ્ર ચીફ બ્રેન્ડન કારે જણાવ્યું હતું કે આ મંજૂરી ન્યૂ જનરેશન સેવાઓ માટે ગેમ-ચેન્જર હશે. નવા ઉપગ્રહો કંપનીને શ્રેષ્ઠ ઉપગ્રહ બ્રોડબેન્ડ ક્ષમતાઓ પ્રદૃાન કરવામાં સક્ષમ બનાવશે. મસ્કની કંપની કુલ ૩૦,૦૦૦ ઉપગ્રહો લોન્ચ કરવાની યોજના ધરાવે છે, જેમાંથી તેને ૧૫,૦૦૦ માટે મંજૂરી મળી ગઈ છે. હ્લઝ્રઝ્ર ની જરૂરિયાતો અનુસાર, કંપની પાસે ડિસેમ્બર ૨૦૨૮ સુધીમાં તેના સેકન્ડ જનરેશન ઉપગ્રહોમાંથી અડધા કાર્યરત હોવા જોઈએ, અને બાકીના ઉપગ્રહોને તૈનાત કરવા માટે ડિસેમ્બર ૨૦૩૧ સુધીનો સમય હોવો જોઈએ.
સ્ટારિંલકને ભારતમાં તેની સેવા શરૂ કરવા માટે કામચલાઉ લાઇસન્સ મળ્યું છે, અને ટ્રાયલ ચાલી રહી છે. હવે, કંપનીને નવા ઉપગ્રહો લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે જે કનેક્ટિવિટીને મોટો વેગ આપશે અને ભારત સહિત વિશ્ર્વભરના તમામ દૃેશોને લાભ આપશે જ્યાં સ્ટારિંલક સેવાઓ ઉપલબ્ધ છે.
