વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ અમદૃાવાદૃના સાબરમતી રિવરફ્રન્ટ ખાત્ો ‘આંતરષ્ટ્રિય પતંગ મહોત્સવ-૨૦૨૬નો શુભારંભ કરાવ્યો હતો ત્ો પ્રસંગ્ો ખાસ અતિથિ તરીકે જર્મનીના ચાન્સ્ોસર ફ્રેડરીક મેર્ઝ ઉપસ્થિત રહૃાા હતા વડાપ્રધાન અન્ો જર્મનીના ચાન્સલરે એ પતંગ ચગાવવાની મોજ માણી હતી. પ્રધાનમંત્રીએ ફેડરીક મેર્ઝન્ો પતંગની દૃોરી બાબત્ો જાણકારી આપી હતી. ત્ોમજ બન્ને મહાનુભાવોન્ો એ ખુલ્લી જીપમાં પતંગ મહોત્સવના સ્થળે ફરીન્ો અભિવાદૃન ઝીલ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીએ અમદૃાવાદૃના સાબરતમતી રિવરફ્રન્ટ ખાત્ોથી ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (આઇકેએફ) ૨૦૨૬નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગ્ો ખાસ અતિથિ તરીકે જર્મનીના ચાન્સ્ોલર ફ્રેડરિક મર્ઝ ઉપસ્થિત રહૃાા હતા. બંન્ો મહાનુભાવોએ પતંગ ચગાવીન્ો આ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. જે ભારત અને જર્મની વચ્ચેના મજબ્ાૂત રાજદ્વારી સંબંધો અન્ો મિત્રતાની પ્રતિબધ્ધતાન્ો દૃર્શાવી હતી. આ પ્રસંગ્ો મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ ત્ોમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહૃાા હતા. વડાપ્રધાન મોદૃી ત્ોમજ ચાન્સ્ોલર મર્ઝે ખાસ ત્ૌયાર કરવામાં આવેલી અમદૃાવાદૃની પોળ અને હવેલીની સ્થાપત્યકલાની પ્રતિકૃતિની મુલાકાત લીધી હતી.
સંગીત અન્ો ન્ાૃત્યના અનેરા સંગમથી વડાપ્રધાન અન્ો જર્મન ચાન્સ્ોલરન્ો અપાયો વિશિષ્ટ આવકાર
પતંગ મહોત્સવ બન્યો ભારત-જર્મનીની મૈત્રીનું પ્રતિક
ઉત્તરાયણ માત્ર પતંગબાજી જ નહીં, પરંતુ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ સમાન ઉત્સવ છે. ત્યારે આ હેરિટેજ વોકવે પર પતંગ મ્યુઝિયમ અને આઇકોનિક ફોટો વોલ પણ બનાવવામાં આવી છે જ્યાં બંન્ો મહાનુભાવોએ વિવિધ રાજ્યની અલગ અલગ કાગળ અને બનાવટની પતંગો વિશે ઊંડાણપ્ાૂર્વકની જાણકારી પણ મેળવી હતી. અહીં પતંગ બનાવનારા કારીગરો દ્વારા પતંગ બનાવવાની કળાનું જિવંત નિદૃર્શન પણ કરવામાં આવ્યું હતું જેન્ો મહાનુભાવોએ રસપ્ાૂર્વક નિહાળ્યું હતું. આ પ્રસંગ્ો ગુજરાતના બ્ોડાં રાસ, કુચિપુડી, ભરત નાટ્યમ સહિતની ન્ાૃત્યકલા અને મલખમ જેવી પ્રાચીન અંગ કસરત કળા દ્વારા વિશેષ પ્રસ્તુતિના માધ્યમથી બંન્ો દૃેશના મહાનુભાવોન્ો આવકારવામાં આવ્યા હતા. તદૃુપરાંત, ગુજરાત- રાજસ્થાનના કુલ ૧૦૮ જેટલાં કલાકારો દ્વારા આ પ્રસંગ્ો સિતાર, સારંગી, વાયોલિન, મેન્ડોલિન, હારમોનિયમ , બાંસુરી, ઢોલક, તબલાં, મૃદૃંગ સહિતના વિવિધ વાદ્યો દ્વારા વંદૃે માતરમ્ વૈષ્ણવજન ત્ોમજ જર્મન ધૂન વગાડીન્ો ભારત અન્ો જર્મનીની મિત્રતાની પ્રતીતિ કરાવવામાં આવી હતી.
આવતીકાલે તા.૧૩મીના રોજ સાંજે ૭-૦૦ વાગ્યે ૧૦૮ કલાકારો દ્વારા ભવ્ય સિમ્ફની પ્રદૃર્શન અન્ો વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા કલા અને સંગીતનો અનુભવ કરાવવામાં આવશે. જેમાં આકાશ રંગબ્ોરંગી રાત્રિ પતંગોથી ઝળહળી ઊઠશે.
મુલાકાતીઓન્ો ગુજરાતની વ્યંજન હસ્તકલાનો પરિચય કરાવવા માટે ૨૫ હસ્તકલા સ્ટોલ અને ૧૫ ફુડ સ્ટોલ પણ બનાવવામાં આવ્યા છે.
૫૦ જેટલા દૃેશોના પતંગવીરો આ મહોત્સવમાં કલા પ્રદૃર્શિત કરી રહૃાા છે
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬માં અલ્જેરિયા, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્ોલારુસ, બ્ોલ્જિયમ, બ્રાઝિલ, બલ્ગ્ોરિયા, કંબોડિયા, કેન્ોડા, ચિલિ, ચાઇના, કોલંબિયા, કોસ્ટારિકા, ડેન્માર્ક, ઇજિપ્ત, ફ્રાન્સ, જર્મની, ક્રિશ, ગ્વાટેમાલા, હંગ્ોરી, ઇન્ડોનિશિયા, આયર્લેન્ડ, ઇઝરાયેલ, ઇટલી, જાપાન, દૃક્ષિણ કોરિયા, લેબ્ોનોન, લિથુનિયા, મલેશિયા, મોરેશિયસ, મેક્સિકો, ન્યૂઝિલેન્ડ, ફિલિપાઇન્સ, પોલેન્ડ, પોર્ટુગલ, રશિયા, િંસગાપોર, સ્લોવેકિયા, સાઉથ, આફ્રિકા, સ્પ્ોન, શ્રીલંકા, સ્વિડન, થાઇલેન્ડ, તુર્કમેનિસ્તાન, યુક્રેન, યુ.કે., યુનાઇટેડ, સ્ટેટ્સ ઓફ અમેરિકા, વિયેતનામ સ્લોમેનિયા, બહેરિન, ન્ોપાળ, મેક્સિકો, ત્ાૂર્કી, જોર્ડન સહિતના કુલ ૫૦ જેટલા દૃેશોના પતંગવીરો ભાગ લઇ રહૃાા છે.
