દીવમાં ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સમાં સ્વીમીંગ સ્પર્ધા યોજાઈ

દીવ બીચ ઈન્ડિયા ગેમ્સમાં આજે પાંચ કિ.મી.ની સ્વીમીંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બોયસ અને ગર્લ્સ ભાગ લીધો ફિશરિશ અધિકારી શુકર આંજણી સાહેબના માર્ગદર્શનમાં આ યોજાયેલ સ્વીમીંગ સ્પર્ધા ખુબ જ રોમાંચક રહી ત્યાર બાદ આજની છેલ્લી મેચ ટગ ઓફ વોરમાં કરેલા ટીમ વિજેતા બની વિજેતા ટીમ અને રનર્સ અપને યુવા કાઉન્સીલર ચિંતકભાઈ સોલંકી અને ભાવનાબેન પ્રદિપ દ્વારા મેડલ આપી સન્માનિત કરાયા તેમજ બીચ ગેમ્સમાં મુખ્ય ભૂમિકા નિભાવનારા, જજીસ, રેફરી વગેરેને યુવા કાઉન્સીલર ચિંતકભાઈ સોલંકી, પત્રકાર શકીલભાઈ કાશમાણી, નાનજીભાઈ જેઠવા, સીનીયર શિક્ષક મનીષભાઈ સ્માર્ટ દ્વારા ગીફ્ટ આપી સન્માનિત કરાયા અને તેમની છ દિવસની બીચ ગેમ્સની મહેનતની પ્રશંસા કરી હતી.

રિલેટેડ ન્યૂઝ