મોરારીબાપુના વરદ્ હસ્તે સાવરકુંડલા ખાતે ભૂમિપૂજન સમારોહ યોજાયો

સત્ય, પ્રેમ અને કરુણાના આદર્શોને અનુસરીને સમાજસેવાના ક્ષેત્રે અગ્રેસર રહેલા સત્ય પ્રેમ કરૂણા ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંસ્કાર પરિસર – વિશ્વાસ વિદ્યાલયના વિવિધ સેવા પ્રકલ્પોનું આજે ભવ્ય ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ પવિત્ર અવસર મોરારીબાપુએ પોતાના વરદ્ હસ્તે ભૂમિપૂજન કરીને આ પ્રોજેક્ટને આશીર્વાદ આપ્યા હતા. પૂજ્ય બાપુએ આ પ્રસંગે પોતાની ઊંડી પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને આવા સેવાકાર્યો દ્વારા સમાજમાં સત્ય, પ્રેમ તેમજ કરુણાના મૂલ્યોનો પ્રસાર થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં ભૂમિદાતા પન્નાબેન નાયક અને નટવરભાઈ ગાંધીએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી. તેમજ માનવ મંદિરના સંત ભક્તિબાપુ, અમરેલીના જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત, લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરના હરેશભાઈ મહેતા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ દ્વારા શિક્ષણ, આરોગ્ય, સંસ્કાર અને સમાજસેવાના ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરવાનો ઉદ્દેશ્ય ધરાવવામાં આવ્યો છે, જે મોરારીબાપુના સત્ય-પ્રેમ-કરુણાના સંદેશને વધુ વ્યાપક બનાવશે.

રિલેટેડ ન્યૂઝ