ચોટીલાની જે. વી. એચ. દોશી પ્રાથમિક શાળાના બાલ વર્ગ થી ધોરણ 8ના બાળકોએ બેગ- લેસ ડે ના દિવસે પતંગોત્સવ યોજી સમાજની નવી રાહ ચિંધી છે. શાળાના બાળકોએ અંગદાન મહાદાન ની ઝુંબેશ સાથે પતંગ ઉપર અંગદાન મહાદાન લખી સમાજને નવી સમજ આપી હતી કે બ્રેઇન- ડેડ વ્યક્તિના બાર જેટલા અંગો જેવા કે હૃદય,ફેફસા, કિડની, લીવર, આંતરડા, જઠર, આંખ, ચામડી, યકૃત, પિતાશય જેવા અંગોથી પીડાતાં જીવિત વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરી એક બ્રેઇન ડેડ વ્યક્તિ બાર જેટલા વ્યક્તિને જિંદગી બચાવી શકે છે તેથી બ્રેઇન- ડેડ વ્યક્તિના કુટુંબીજનો એ સમાજમાં જે આવા અંગો વગર તડપતા હોય તેમને દાન કરી એક પુણ્યનું ભાથું બાંધી શકે છે સાથે સાથે બાલમંદિરથી ધોરણ 8 સુધીના બાળકોએ શાળાના વિશાળ મેદાનમાં અંગદાન મહાદાન લખેલી પતંગો ચગાવી અનેરો આનંદ લુંટ્યો હતો. આ અવસરે ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી મેઘાણી તથા માતૃભાષા અભિયાનના ભાવિનભાઈ શેઠ ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ સાથે સાથે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જે.વી. એચ દોશી શાળાના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
ખંભાળિયામાં રઘુવંશી વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા અને સામાન્ય જ્ઞાન કસોટી સ્પર્ધા યોજાઈ
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો: વિજેતાઓને કરાયા પુરસ્કૃત ખંભાળિયામાં રઘુવંશી શૈક્ષણિક સંસ્થા દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે... -
સંઘર્ષ કર્યા વગર ક્યારેય સિધ્ધિ મળતી નથી, સંઘર્ષ કરે એને સિધ્ધિ મળે જ છે: ક્રેઇન્સ ફુલેત્રા
માળીયાહાટીનાના પટેલ સમાજના 20 વર્ષના નવયુવાન ક્રેઇન્સ ભાવેશ ભાઈ ફુલેત્રા હૈદરાબાદમાં આઇપીએલ ક્રિકેટમાં સિલેક્ટ થયા પછી... -
શિવરાજપુરના બ્લુ ફ્લેગ બીચ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર તેમજ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે દ્વારકા નજીક આવેલા શિવરાજપુર...
