વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અનન્ય ચાહક દીકરી કુ. જ્યોતિ સોલંકી સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આયોજિત શૌર્ય સભામાં પહોંચી હતી, તાલાલાના રાતીધાર ગામની આ દીકરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઓપરેશન સિંદૂરની સફળતા દર્શાવતું કલાત્મક સ્કેચ બનાવી, આ શૌર્યસભામાં ઉત્સાહભેર પ્રદર્શિત કર્યું હતું. ધોરણ- 10માં અભ્યાસ કરતી જ્યોતિએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નિ:સ્વાર્થ રીતે અને ભેદભાવ વગર રાષ્ટ્રની પ્રગતિ માટે સખત પરિશ્રમ કરી રહ્યા છે, વડાપ્રધાનએ દેશને સુરક્ષિત રાખવા અને આંતકવાદથી બચાવવા માટે સફળતાપૂર્વક ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું, તેનાથી જ પ્રેરિત થઈને આ કલાત્મક સ્કેચ બનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ સ્કેચમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ચિત્ર સાથે ભારતીય સેનાના શૌર્યરૂપ ’ઘઙઊછઅઝઈંઘગ જઈંગઉઘઘછ ’ કલાત્મક રીતે લખ્યું છે. સાથે જ તેની તારીખ પણ દર્શાવવામાં આવી છે. આ શૌર્યસભામાં વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ઉર્જાસભર અને પ્રેરક સંબોધન નિહાળ્યું હતું.
રિલેટેડ ન્યૂઝ
-
કાંધલભાઈ જાડેજાની અસરકારક રજૂઆતથી બાંટવા ખારા ડેમમાંથી 80 એમ. સી. એફ.ટી. નિ:શુલ્ક પાણી છોડાયું
ઘેડ-કુતિયાણા-માણાવદર પંથકના 12થી વધુ ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતા ખુશીની લહેર 84 કુતિયાણા-રાણાવાવ વિધાનસભા બેઠકના... -
ભાણવડ બરડા ડુંગર વિસ્તારમાં પાણી સહિતની સમસ્યા
અનુસુચિત જાતીને એસ.ટી ના પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલી ભાણવડ નજીક બરડા ડુંગર વિસ્તારમાં માલધારી લોકોને પાયાની કહી... -
જેતપુરમાં પત્નિ-પુત્રી પર ખુની હુમલામાં પત્નિની હત્યા, હત્યારા પતિની ધરપકડ
પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવારમાં તેની ફરિયાદ પરથી ગુનો નોંધાયો જેતપુરમાં મર્ડરના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી...
