ગઢડાથી દ્વારકા સનાતન ધર્મ ઉત્કર્ષ પદયાત્રા દ્વારકા પહોંચી

હર્ષોલ્લાસભેર રંગે ચંગે હજારો યાત્રિકો જોડાયા

ગઢડા(સ્વામીના) થી દ્વારકા સુધી આયોજિત સનાતન ધર્મ ઉત્કર્ષ પદયાત્રા ધર્મકુળ પરિવાર, સંતો, સાંખ્યયોગી બહેનો સહિત હજજારો હરિભક્તોના રસાલા સાથે સતત અગિયાર દિવસની પદયાત્રા બાદ મોડી સાંજે અંતિમ પડાવ દ્વારકા નજીક હર્ષોલ્લાસ અને ભજન કિર્તન અને નર્તન વચ્ચે પહોંચી હતી. ગત તારીખ 2 જાન્યુઆરીના રોજ સવારે 6 કલાકે ગઢડા ગોપીનાથજી દેવ મંદિરથી શરૂ થયેલી પદયાત્રામાં શરૂઆતથી અને ત્યારબાદ ઠેક ઠેકાણેથી મોટી સંખ્યામાં જોડાઈ રહેલા પદયાત્રીઓ સહિત આશરે સાત હજાર કરતા વધારે ભાઈઓ બહેનોનો સંઘ પસાર થતા ઠેર ઠેર ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું. આ યાત્રા સનાતન ધર્મ ઉત્કર્ષ અને વ્યસન મુક્તિ આદિ જીવનની મહત્વની વાતનો સંદેશ અને ધર્મનાં મુલ્યોનું માર્ગદર્શન આપતી આગળ વધી રહી છે. આ યાત્રા આજ તારીખ 11 જાન્યુઆરીના દિવસે અગિયાર દિવસ પૂર્ણ કરી દ્વારકા નજીક અંતિમ દિવસના રાત્રી મુકામે વિરામ પામી વહેલી સવારે પ્રસ્થાન કરી દ્વારકા મંદિર ખાતે પહોચશે. સ્વામિનારાયણની કર્મ ભૂમિથી ભગવાન શ્રી કૃષ્ણની કર્મ ભૂમિ સુધીની યાત્રા ઐતિહાસિક રીતે ચાલી રહી છે. જેમાં દરરોજ ભગવાનનાં અખંડ નામ જપ સાથે નિત્ય સંતોનાં સત્સંગ આદિ ધર્મલાભ લોકો મેળવી રહ્યા છે. કુલ 340 કી.મી ની યાત્રા કરી 12 જાન્યુઆરીના રોજ દ્વારકા પહોંચી આહિર સમાજ વાડી ખાતે સવારે 8.30 કલાકે સનાતન ધર્મ સભા યોજાશે. જેમાં ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજીમહારાજ તથા સનાતન ધર્મ નાં સંતો મહંતો ઉપસ્થિત રહેશે. તેમજ બપોર 11 કલાકે આહિર સમાજ વાડી થી જગત મંદિર શ્રી દ્વારકાધીશ મંદિરે ધજા રોહણ શોભાયાત્રા કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ