યુરોપ અને મધ્યપૂર્વ પર ઘેરાયા યુધ્ધના વાદળ

અમેરિકી હુમલાના ભયથી ઇરાન્ો હવાઈ સીમા બંધ કરી: ગ્રીનલેન્ડમાં ૬ નાટો દૃેશોની સ્ોના ત્ૌનાત

તહેરાન: ઈરાન સામે અમેરિકાના લશ્કરી પગલા નિશ્ર્ચિત બનતા જ ઈરાને પણ હવે જવાબ આપવાની તૈયારી સાથે તેના હવાઈદળ સહિતના સૈન્યને મહત્વ એલર્ટ પર મુકી દીધુ છે. એક તરફ ઈરાનમાં મુલ્લા શાસન સામે વધુ શહેરોમાં હજારો લોકો માર્ગ પર આવી ગયા છે અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ‘મદદ’ આવી રહી છે તેવી જાહેરાત કરતા જ મધ્યપુર્વમાં ભડકાની સંભાવના વધી ગઈ છે. અમેરિકા હવાઈ આક્રમણ કરશે તેવા સંકેત બાદ ઈરાને તેની હવાઈ સ્પેસ બંધ કરતા જ ભારતીય સહિતની એરલાઈનોએ તેની ઈરાનની ફલાઈટસ રદ કરવા ઉપરાંત આ દેશ પરથી હવાઈ સીમા પરથી પસાર થતી મુસાફર વિમાની સેવાઓનો માર્ગ પણ બદલ્યો છે. ઈરાને આજે સવારે જાહેર કરેલા આદેશમાં તેની હવાઈ સીમા તાત્કાલીક અસરથી બંધ કરવા જાહેરાત કરી છે તો બીજી તરફ ઈરાને તેના પર હુમલો થશે તેવી દહેશતથી ઈરાને અમેરિકા ઈઝરાયેલને ચેતવણી આપી ઈરાનથી દુર જ રહેવા જણાવાયું છે. આજે એરઈન્ડીયા સહિતની ભારતીય એરલાઈન્સે તેની ઈરાન ભણીની ઉડાન ડાઈવર્ટ કરી છે અને તહેરાનની સેવા રદ કરી છે. ઈરાનમાં સતત વધતા તનાવના કારણે અહી અભ્યાસ કરતા બે હજારથી વધુ કાશ્મીરી વિદ્યાર્થીઓ માટે ચિંતા વધી છે અને ભારત તેમને સલામત લાવવા કોઈ ખાસ ઓપરેશન શરૂ કરે તેવા સંકેત છે અથવા યુક્રેન યુદ્ધની માફક ઈરાનમાં પણ વાસ્તવિક યુદ્ધ શરૂ થાય તો ભારતે તેમાં પોતાના નાગરિકોને સુખરૂપ બહાર લાવવા માટે એકશન લેવા પડશે.
અમેરિકાએ જો કે તેની ગલ્ફના દેશોમાં મહત્વના લશ્કરી થાણાઓને એલર્ટ કરવાની સાથે ઈરાનને અન્ય દેશો જયાં અમેરિકી સેના છે તેના પર ત્રાટકવાનું કોઈ કારણ રહે નહી તેથી આ થાણામાં અમેરિકી દળોની હાજરી ઘટાડવાનું શરૂ અને એક વાત પુરી રીતે તૈયારી થઈ ગયા બાદ અમેરિકા હુમલો કરશે. ભારતે તેના નાગરિકોને ઈરાનમાંથી સલામત બહાર આવવા અપીલ કરી છે. બીજી તરફ ગ્રીનલેન્ડ કબ્જે કરવાના ટ્રમ્પ્ના ઈરાદા મકકમ હોવાનું પુરા યુરોપમાં તનાવ વધી ગયા છે અને પ્રમુખ ટ્રમ્પ નાટો દેશ સામેજ શું લશ્કરી કાર્યવાહી શરૂ કરશે. તે અંગે જબરી અટકળો શરૂ થઈ છે તથા આખરી ઘડીએ કોઈ ડિપ્લોમેટીક માર્ગ શોધવાની કવાયત શરૂ થઈ છે.

અમેરિકાએ પણ પોતાના એરક્રાટ કેરિયરને મધ્ય પૂર્વ તરફ રવાના કરી દૃીધું છે. બીજી તરફ, ઈરાને પોતાનું એરસ્પેસ બંધ કરી દૃેતા વિશ્ર્વભરના લોકો માટે વિમાની મુસાફરીમાં મુશ્કેલીઓ ઊભી થઈ છે. ઈરાનમાં ઘેરાયેલા આર્થિક અને રાજકીય સંકટ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે.

ઇરાનમાં ફસાયેલા ભારતીયોનો પહેલો જથ્થો આજે પરત આવી શકે છે

ભારત સરકાર અન્ો એર ઇન્ડિયાની એડવાઇઝરી જાહેર

ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. આ વિદ્યાર્થીઓનો પહેલો જથ્થો શુક્રવારે દૃેશ પરત ફરી શકે છે. સરકારે ત્યાંની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને શક્ય તેટલી વહેલી તકે ઈરાન છોડવાની સલાહ પણ આપી છે. ગુરુવારે, જમ્મુ અને કાશ્મીર વિદ્યાર્થી સંગઠને જાહેરાત કરી હતી કે જો ઈરાની અધિકારીઓ દ્વારા મંજૂરી આપવામાં આવે તો ત્યાં રહેતા વિદ્યાર્થીઓનો પહેલો જથ્થો આવતીકાલે દૃેશ પરત ફરી શકે છે.ભારતે ઈરાનમાં રહેલા તેના નાગરિકોને સલાહ આપી છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે કોઈપણ ઉપલબ્ધ માધ્યમનો ઉપયોગ કરીને ત્યાંથી નીકળી જાય. હાલમાં ઈરાનમાં રહેલા ભારતીયોમાં મેડિકલના વિદ્યાર્થીઓ, યાત્રાળુઓ, ઉદ્યોગપતિઓ અને પ્રવાસીઓનો સમાવેશ થાય છે.

ઈરાન ઝૂકયું! દેખાવકારોને ફાંસી નહી આપવા જાહેરાત: ટ્રમ્પે પણ સૈન્ય ‘હોલ્ડ’ પર મુકયુ

બન્ને દેશો વચ્ચે તનાવમાં ઘટાડાની શકયતા

યુએસ ન્ોવીનું એરક્રાટ કેરિયર અબ્રાહમ િંલકન ઇરાન તરફ રવાના:ઇરાની હુમલાથી સ્ૌન્ય મથકોન્ો બચાવવા ત્ૌયારી:ઇરાન્ો પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યુ: ગ્રીનલેન્ડમાં પણ લશ્કરી હિલચાલ વધી

તહેરાન: ઈરાનમાં ખુલ્લા શાસન સામે તહેરાન સહિતના અનેક દેશોમાં સર્જાયેલી અશાંતિમાં 2700થી વધુ લોકો પોલીસ કાર્યવાહીમાં માર્યા ગયા છે અને અગાઉ ખામેનેઈ શાસન જેલમાં રહેલા અલગતાવાદી અને શાસન સામે બળવો કરનારને ફાંસીએ ચડાવવા જે ધમકી આપી હતી તેમાં ટ્રમ્પે આપેલી ચેતવણી બાદ ઈરાને જાહેર કર્યુ છે કે કોઈ ફાંસી આપવામાં આવશે નહી. ટ્રમ્પની ચેતવણી બાદ ઈરાને ફાંસી આપવાનો નિર્ણય બદલ્યો છે તો બીજી તરફ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાન સામેની લશ્કરી કાર્યવાહીમાં ‘જોઈશું’ તેવો જવાબ આપતા તનાવમાં ઘટાડો થઈ રહ્યો હોવાના સંકેત છે. અગાઉ ઈરાન સરકારે દેખાવકારો સામે ઝડપી ટ્રાયલ ફાંસીની જાહેરાત કરી હતી. બીજી તરફ હવે ઈરાનમાં ટ્રમ્પ વિરોધી દેખાવો શરૂ થયા છે અને ઈરાની છાત્રોના એક સમૂહે અમેરિકી ધ્વજ સળગાવ્યો હતો તથા ઈરાની ટીવી ચેનલે ટ્રમ્પને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં અગાઉ ચુંટણી સમયે ટ્રમ્પ પર જે હુમલો થયો તેના દ્રશ્યો દેખાડાયા હતા. એક તરફ ગઈકાલે આ તનાવથી બ્રેન્ટક્રુડ 65 ડોલર આસપાસ પહોંચ્યુ હતું પણ બાદમાં ઈરાનની જાહેરાત અને અમેરિકાના પ્રત્યાઘાતથી ફરી ક્રુડતેલમાં ઢીલાશ આવી હતી. ઈરાને ફાંસી નહી આપવા કરેલી જાહેરાતથી ટ્રમ્પે એ સંકેત આપી દીધો હતો કે તાત્કાલીક અમેરિકા કોઈ યુદ્ધની તૈયારી કરશે નહી.

રિલેટેડ ન્યૂઝ