આર્ટીક ક્ષેત્રના હિમભૂમિ પર હાલ લશ્કરી સહિતના પગલા નહીં:સંકટ ટળ્યુ
નાટો સાથે ‘સમજૂતિ થઈ હોવાની અમેરિકી પ્રમુખની જાહેરાત: જો કે ગ્રીનલેન્ડ પરનો ‘દૃાવો યથાવત: ફ્રેમવર્ક બનાવશે, નાટો પણ ત્ૌયાર: વાટાઘાટો માટે ટીમ બનાવી: યુરોપન્ો હાશકારો
દાવોસ: ડેનમાર્ક સામે જોડાયેલા પરંતુ સ્વાયત શાસન હેઠળ રહેલા ગ્રીનલેન્ડ પર ‘કબ્જો’ કરવા માટે સૈન્ય સહિતની ધમકી અને તેનો વિરોધ કરનાર યુરોપીયન દેશો પર તા.1 ફેબ્રુઆરીથી 10% અને 1 જૂનથી તે વધારી 25% ટેરીફ લાદવાની કરેલી જાહેરાતમાં પીછેહઠ કરી છે. વિશ્ર્વ આર્થિક મંચની બેઠકમાં તેઓએ ગ્રીનલેન્ડ કબ્જા મુદે ‘વાટાઘાટ’નું વલણ અપનાવ્યા બાદ હવે તેમના સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ટુથ- સોશ્યલ પર યુરોપીયન દેશો પરના પ્રસ્તાવીત ટેરીફમાં આગળ વધશે નહી તેવી જાહેરાત કરી છે. ટ્રમ્પે દાવો કર્યો કે ગ્રીનલેન્ડ અને આર્ટીક ક્ષેત્રની સુરક્ષા મુદે તેઓની ચિંતા હતી પણ ‘નાટો’ સાથેની વાટાઘાટ સંતોષકારક રહી છે અને ભવિષ્યમાં ગ્રીનલેન્ડનું અને પુરા આર્ટીક ક્ષેત્રની સલામતી-સન્માન જાળવી શકાય તેવી સમજુતી થશે જે અમેરિકા અને નાટો બન્ને માટે પણ લાભદાયી હશે. શ્રી ટ્રમ્પે જાહેર કર્યુ કે જે સમજુતી થઈ છે તેથી હું હવે યુરોપીયન સંઘ પર વધારાના ટેરીફ લાદીશ નહી. જો કે ટ્રમ્પે શું સમજુતી થઈ તેની વધુ વિગતો આપી ન હતી અને ગ્રીનલેન્ડ એ અમેરિકાનું રાજય ગણાશે કે કેમ તે પણ ફ્રોડ પાડયો નથી પણ ગ્રીનલેન્ડની સુરક્ષા માટે ‘ધ ગોલ્ડન ડોમ’ સુરક્ષામાં અમેરિકા-નાટો આગળ વધશે.
શ્રી ટ્રમ્પે જાહેર કર્યુ કે ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વાન્સ, વિદેશમંત્રી માર્કો રૂબીયો ખાસ રાજદૂત સ્ટીવ વિટ્ટકોફ અને અન્ય અધિકારીઓ વાટાઘાટ કરશે અને મને સીધો રિપોર્ટ આવશે. તેઓએ દાવોસમાં યુરોપીયન સંઘ સાથે ‘તાત્કાલીક’ વાટાઘાટો કરી હતી અને જણાવ્યું કે ‘નાટો’ પર કોઈ જોખમ નથી. શ્રી ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકી અંકુશ હેઠળ ગ્રીનલેન્ડનો વધુ સારો વિકાસ થઈ શકે છે અને તેનું વ્યુહાત્મક મહત્વ પણ છે.
આ વિશાળ બરફ-ભૂમીનું ફકત અમેરિકા જ રક્ષણ કરી શકે અને તેને યુરોપ તથા અમેરિકા માટે સારુ હશે. તેઓએ કહ્યું કે અમેરિકા રેર-મીનરલ નહી પણ વ્યુહાત્મક રીતે ગ્રીનલેન્ડને મહત્વ આપે છે.
અગાઉ ગ્રીનલેન્ડ અને અમેરિકાના જોડાણનો વિરોધ કરી રહેલા ડેનમાર્ક અને સાત યુરોપીયન દેશો પર અમેરિકામાં વધુ ટેરીફ લાદવાની જાહેરાત કરી હતી.
