આઇસીસીએ ગઈકાલે વેન્યુ બદૃલવાની માગ ફગાવી હતી

બાંગ્લાદૃેશ ટી-૨૦ વર્લ્ડ કપમાંથી બહાર થવાની કગાર પર: સુરક્ષાનુ બહાનુ

આઇસીસીએ આપ્ોલી મહેતલ છતાં બાંગ્લાદૃેશે કહૃાુ, ભારતમાં નહી રમીએ

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ ચેતવણી આપી હોવા છતાં બાંગ્લાદૃેશ ક્રિકેટ બોર્ડે, ખેલાડીઓએ અને વચગાળાની સરકારે ભારતમાં યોજાનાર ટી-૨૦ વર્લ્ડકપમાં રમવાનો ઈક્ધાર કરી દૃીધો છે. બાંગ્લાદૃેશે સ્પષ્ટ કહૃાું છે કે, જ્યાં સુધી બાંગ્લાદૃેશની ભારતમાં યોજાનારી મેચોનું સ્થળ બદૃલવામાં નહીં આવે ત્યાં સુધી બીસીબી વર્લ્ડકપમાં ભાગ નહીં લે.બાંગ્લાદૃેશના રમતગમત સલાહકાર આસિફ નરૂલે ખેલાડીઓ સાથે બેઠક કર્યા બાદૃ આઈસીસી પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહૃાું કે, આઈસીસીએ બાંગ્લાદૃેશ સાથે અન્યાય કર્યો છે અને ખેલાડીઓની સુરક્ષાને ધ્યાને લેતા નથી. નજરૂલે કહૃાું કે, ‘અમારી સરકાર, ક્રિકેડ બોર્ડ અને ખેલાડીઓનો એક જ મત છે કે, સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની સમજૂતી ન કરી શકાય.
આસિફ નજરૂલે સ્પષ્ટ કહૃાું કે, ‘અમે કોઈપણ દૃબાણમાં આવીશું નહીં અને ઝુકીશું નહીં. વિશ્ર્વએ સમજવું જોઈએ કે, જો બાંગ્લાદૃેશ વર્લ્ડકપ નહીં રમે તો તેના શું પરિણામ આવશે. અમે અમારા ખેલાડીઓની સુરક્ષા સાથે કોઈપણ બાંધછોડ ન કરી શકીએ.
બાંગ્લાદૃેશ ક્રિકેટ બોર્ડે આજે (૨૨ જાન્યુઆરી) આઈસીસી સાથે બેઠક યોજ્યા બાદૃ ફરી કહૃાું છે કે, અમારો નિર્ણય અટલ છે. બોર્ડે કહૃાું કે, વર્તમાન સ્થિતિ મુજબ ભારતમાં રમવું સુરક્ષિત નથી અને તેથી ભારતમાં રમાનારી અમારી મેચોનું સ્થળ બદૃલીને શ્રીલંકા શિટ કરવામાં આવે. જોકે આઈસીસીએ પહેલેથી જ સ્પષ્ટ કહૃાું છે કે, ટૂર્નામેન્ટની મેચો ભારતમાં જ રમાશે. આઈસીસીએ એવું પણ કહૃાું હતું કે, જો બીસીબીએ ભારતમાં ન રમવું હોય તો તે ટુર્નામેન્ટથી ખસી શકે છે.
આઈસીસીએ બાંગ્લાદૃેશની માંગ પર ચર્ચા કરવા માટે ગઈકાલે જે બેઠક બોલાવી હતી, જેમાં વોિંટગની નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં મોટાભાગના સભ્યોએ મત વ્યક્ત કર્યો છે કે, ‘બાંગ્લાદૃેશે ભારતમાં જ મેચો રમવી પડશે. બેઠકમાં તમામે સ્પષ્ટ કહૃાું છે કે, જો બાંગ્લાદૃેશ આનાકાની કરશે તો તેના સ્થાને અન્ય ટીમને તક આપવામાં આવશે.
મીડિયા રિપોર્ટ મુજબ, જો ટી૨૦ વર્લ્ડકપમાંથી બાંગ્લાદૃેશ આઉટ થઈ જશે તો, આઈસીસી તેના સ્થાને સ્કોટલેન્ડને ટુર્નામેન્ટ રમવા માટે બોલાવી શકે છે. આઈસીસી ટી૨૦ રેિંક્ધગમાં સ્કોટલેન્ડ ૧૪માં સ્થાને છે. જ્યારે સ્કોટલેન્ડે હજુ સુધી વર્લ્ડકપમાં ભાગ લીધો નથી.

રિલેટેડ ન્યૂઝ