ભારતને વધુ એક ગુડ ન્યૂઝ મળશે ભારત EU બાદ અમેરિકા સાથે બિગ ડીલની નજીક પહોંચ્યું

યુરોપિયન યુનિયન (EU) સાથે મધર ઑફ ડીલ્સ બાદૃ હવે ભારતને અમેરિકાથી પણ ગુડ ન્યૂઝ મળી શકે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત વેપાર કરાર અંગેની વાતચીતમાં ખૂબ મહત્ત્વપૂર્ણ પ્રગતિ થઈ છે અને બંને પક્ષો તેને અંતિમ ઓપ આપવાની નજીક છે. જોકે, સરકારે આ અંગે ઓફિશ્યલી કોઈ માહિતી નથી આપી.
એક અહેવાલ પ્રમાણે સત્તાવાર સૂત્રોએ બુધવારે ભારત અને અમેરિકા વચ્ચે વાતચીત આગળ વધવાની જાણકારી આપી છે. સૂત્રોએ જણાવ્યું કે, યુરોપિયન યુનિયન (ઈેં) સાથે ફ્રી ટ્રેડ ડીલ (હ્લ્છ) અંતિમ તબક્કામાં પહોંચવા દૃરમિયાન પણ ભારતે અમેરિકા સાથે વાટાઘાટોની ગતિ જાળવી રાખી હતી.
સૂત્રોએ કહૃાું કે, ભારત-ઈયુ હ્લ્છને અમેરિકા સાથેના વેપાર સંબંધોની વર્તમાન સ્થિતિના વિકલ્પ તરીકે ન જોવું જોઈએ, કારણ કે ભારતીય નિકાસકારો માટે અમેરિકન બજાર પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે. અમેરિકા સાથેના પ્રસ્તાવિત વેપાર કરાર પર વાટાઘાટોમાં ખૂબ મહત્ત્વપૂર્ણ પ્રગતિ થઈ છે અને બંને પક્ષો સકારાત્મક પરિણામની આશા રાખી રહૃાા છે. આ દિૃશામાં પ્રયાસો ચાલુ છે. અમને વાટાઘાટોના સકારાત્મક પરિણામની આશા છે.
ભારત અને અમેરિકા વચ્ચે ગત વર્ષે દ્વિપક્ષીય વેપાર કરાર પર અનેક તબક્કાની વાટાઘાટો થઈ હતી, પરંતુ ઑગસ્ટમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય ઉત્પાદૃનો પર ૫૦% સુધીના ટૅરિફ લાદૃવામાં આવ્યા બાદૃ વાટાઘાટો અટકી ગઈ હતી. જેમાં રશિયન તેલ ખરીદૃી પર ૨૫% પેનલ ડ્યુટી પણ સામેલ હતી.

રિલેટેડ ન્યૂઝ