નેપાળમાં આજે વહેલી સવારે એક મોટી અને દૃયદ્રાવક દૃુર્ઘટના સર્જાઈ છે. મુસાફરોથી ભરેલી બસ બેકાબૂ બનીને ત્રિશૂલી નદૃીમાં ખાબકતા અત્યાર સુધીમાં ૧૭ લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ અકસ્માત પૃથ્વી હાઇવે પર સર્જાયો હતો.નેપાળના ધાિંદૃગ જિલ્લામાં સોમવારે વહેલી સવારે અંદૃાજે ૧:૩૦ વાગ્યે એક ભયાનક બસ અકસ્માત સર્જાયો હતો. પોખરાથી કાઠમંડુ જઈ રહેલી મુસાફરોને લઈ જતી બસ બેનીઘાટ રોરાંગ ગ્રામીણ નગરપાલિકા-૫ પાસે પૃથ્વી હાઇવે પરથી નીચે ઉતરી ગઈ હતી અને અંદૃાજે ૩૦૦ મીટર નીચે સીધી ત્રિશૂલી નદૃીમાં ખાબકી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બસ નદૃી કિનારે પહોંચતા સુધીમાં સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી.સશસ્ત્ર પોલીસ દૃળ ના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ૧૭ મૃતદૃેહો બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં ૧૧ પુરુષો અને ૬ મહિલાઓનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ૨૪ થી ૨૭ જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમને તાત્કાલિક વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘાયલોમાં વિદૃેશી પ્રવાસીઓ અને એક નાની બાળકીનો પણ સમાવેશ થાય છે. અંધારું અને પહાડી વિસ્તાર હોવા છતાં સુરક્ષા એજન્સીઓએ રાત્રે જ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દૃીધું હતું.ઘટનાસ્થળે નેપાળ પોલીસ, આર્મ્ડ પોલીસ ફોર્સ અને આપત્તિ વ્યવસ્થાપન યુનિટના ડાઇવર્સની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. જોકે અકસ્માત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અંદૃાજ મુજબ વળાંક પર ચાલકે કાબૂ ગુમાવ્યો હોઈ શકે છે.
રિલેટેડ ન્યૂઝ
-
ખાલિસ્તાન જૂથના નામે આવ્યો ઇમેઈલ દિૃલ્હી વિધાનસભા, લાલ કિલ્લો, બ્ો સ્કૂલોન્ો બોમ્બથી ઉડાવી દૃેવા ધમકી
દિૃલ્હી પોલીસને આજે(૨૩ ફેબ્રુઆરી) દિૃલ્હી વિધાનસભા અને લાલ કિલ્લા ત્ોમજ કેન્ટોનમેન્ટની બ્ો સ્કૂલોન્ો બોમ્બથી ઉડાવી દૃેવાની... -
યુએઇએ ૩૦ ટન અનાજની દૃુષ્કાળ સહાય મોકલી ક્લાયમેટ ચેન્જ: કેન્યામાં ભીષણ દૃુષ્કાળની સ્થિતિ
સામાન્યજનન્ો અનાજના ફાંફા:ઘણા વન્ય પ્રાણીઓના પણ મોત થયા યુનાઇટેડ આરબ અમીરાતે તેની યુએઇ મેઇડ એજન્સી દ્વારા... -
મેક્સિકોમાં ભડકી િંહસા અમેરિકાની મદૃદૃથી ૧૨૫ કરોડનો ઈનામી ખુંખાર ડ્રગ્સ માફિયા ‘એલ મેન્ચો ઠાર
કાર્ટેલના સમર્થકોએ રસ્તાઓ પર નાકાબંધી કરી, વાહનોને આગ ચાંપી દૃીધી અને સેના સાથે અથડામણ કરી મેક્સિકોમાં...
