રોકાણકારોને એક પણ રૂપિયો નુકસાન નથી તો છેતરિંપડી કેવી? અદાણીના વકીલોની દલીલ
યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા દૃાખલ કરાયેલો છેતરિંપડીનો કેસ રદૃ કરવા અદૃાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદૃાણી અને તેમના ભત્રીજા સાગર અદૃાણી દ્વારા કરવામાં આવેલી અરજીને યુએસ કોર્ટે મંજૂર કરી છે. કોર્ટે બંને પક્ષોને પ્રી-મોશન કોન્ફરન્સ માટેની તારીખ નક્કી કરવા નિર્દૃેશ આપ્યો છે. અદૃાણી જૂથ આગામી ૩૦ એપ્રિલ ના રોજ આ કેસને કાયમ માટે બંધ કરાવવા માટે કોર્ટમાં દૃલીલો રજૂ કરશે.
યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઇ મેઇલમાં જણાવાયું છે કે કોર્ટને પ્રતિવાદૃીઓ તરફથી એક પત્ર મળ્યો છે, જેમાં તેઓએ ફરિયાદૃને રદૃ કરવા માટે તેમની પ્રસ્તાવિત “મોશન” દૃાખલ કરતા પહેલા “પ્રી-મોશન કોન્ફરન્સ” કરવાની વિનંતી કરી હતી. કોર્ટે આ વિનંતીને મંજૂર કરી પક્ષકારોને વાતચીત કરવા અને પ્રી-મોશન કોન્ફરન્સ માટે તારીખ નક્કી કરવા કોર્ટના ડેપ્યુટીનો સંપર્ક કરવાનો નિર્દૃેશ આપ્યો છે.
અદૃાણી ગ્રુપે યુ.એસ. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા દૃાખલ કરાયેલા સિક્યોરિટીઝ છેતરિંપડીના મુકદ્દમાને રદૃ કરવા માટે અપીલ કરી હતી. ૩૦ એપ્રિલે કેસ રદૃ કરવા માટેની ઔપચારિક અરજી પહેલાં કોર્ટમાં રજૂ કરાયેલી ફાઇિંલગમાં દૃલીલ કરવામાં આવી હતી કે, આ મામલો યુનાઇટેડ સ્ટેટ્સના અધિકારક્ષેત્રની બહાર છે.અદૃાણીની અરજીમાં દૃલીલ કરવામાં આવી હતી કે ૨૦૨૧માં અદૃાણી ગ્રીન એનર્જી લિમિટેડ દ્વારા બોન્ડ વેચાણ અંગે જીઈઝ્રના દૃાવાઓમાં ઘણી કાનૂની ખામીઓ છે. આ કેસ માટે કોર્ટ પાસે અધિકારક્ષેત્રનો અભાવ છે, કારણ કે તેમાં રહેલા વ્યક્તિઓએ યુનાઇટેડ સ્ટેટ્સ સાથે સંપર્કો રાખ્યા નથી અને બોન્ડ જારી કરવાની પ્રક્રિયામાં પણ કોઈ સીધી ભૂમિકા ભજવી નથી.
