ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધવિરામની સાઈડ સ્ટોરી ઈરાનના સુપ્રીમ લીડરે વાર્તાકારને આગળ વધાર્યા; વિદેશમંત્રીએ મહત્વની ભૂમિકા ભજવી

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામમાં ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈની મહત્વની ભૂમિકા બહાર આવી છે. તેમણે પહેલીવાર પોતાના વાર્તાકારોને સમજુતીની દિશામાં આગળ વધવાનો નિર્દેશ આપ્યો હતો. ટ્રમ્પની જાહેર ધમકી બાદ સોમવારે જયારે હાલત બેહદ તનાવપૂર્ણ હતી ત્યારે પરદાની પાછળ કુટનીતિક પ્રયાસો પણ જોરદાર ચાલતા હતા. જો કે, ટ્રમ્પના નજીકના લોકોને પણ છેલ્લા સમય સુધી એ સ્પષ્ટ નહોતું કે તેઓ યુદ્ધનો માર્ગ પસંદ કરશે કે સમજુતીનો પેન્ટાગોન અને મિડલ ઈસ્ટમાં તૈનાત અમેરિકી સેના મોટા હુમલાની તૈયારી કરી રહી હતી. કુટનીતિનો આ દોર સોમવારે સવારે ઝડપી થયો, જયારે અમેરિકી દૂત સ્ટીવ વિટકોફે ઈરાનના પ્રસ્તાવને ખૂબ જ ખરાબ કહીને ફગાવી દીધો હતો. ત્યારબાદ આખો દિવસ સંશોધનોનો દોર ચાલતો રહ્યો, પાકિસ્તાને મધ્યસ્થની ભૂમિકા ભજવીને અમેરિકા અને ઈરાન વચ્ચે સંદેશાનું આદાન-પ્રદાન કરાવ્યુ, જયારે ઈજીપ્ત અને તુર્કીયેએ પણ સમજુતી કરાવવામાં સહયોગ આપ્યો હતો. સૂત્રો મુજબ ખામેનેઈ પુરો સમય સક્રીય રીતે આ પ્રક્રિયામાં સામેલ હતા અને સુરક્ષાના કારણે ગુપ્ત રીતે સંવાદ કરી રહ્યા હતા. તેમના આ ફેસલાને મોટી સફળતા માનવામાં આવી છે. ટ્રમ્પના સહયોગીઓ પ્રસ્તાવ ઠુકરાવવા માંગતા હતા: ટ્રમ્પ પર તેમના સહયોગીઓનું દબાણ હતું કે તે આ પ્રસ્તાવને ઠુકરાવે. અનેક નજીકના લોકો માનતા હતા કે ટ્રમ્પ સમજુતી નહીં કરે પણ અંતે તેમણે સમજુતી સ્વીકારી. આ પહેલા તેમણે નેતન્યાહુ અને પાકિસ્તાનના સૈન્ય પ્રમુખ સાથે વાત કરીને સહમતી નિશ્ર્ચિત કરી હતી.

રિલેટેડ ન્યૂઝ