ઉના, ગીરગઢડા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા મુરતિયા તૈયાર!!

ઉના નગરપાલિકામાં 103, તાલુકા પંચાયત 109, જિલ્લા પંચાયતમાં 50 ફોર્મ ઉપડયા: ગીરગઢડા તાલુકા પંચાયતમાં 87, જિલ્લા પંચાયતમાં 33 ફોર્મ ઉપડયા: એક માત્ર મતદાર ધરાવતા બાણેજ ખાતે બુથ ઉભું કરાયુ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં દરેક રાજકીય પાર્ટીઓ ના ઉમેદવારો ચૂંટણી લડવા થનગની રહ્યા છે ત્યારે ઉના તાલુકા પંચાયત ની 26 બેઠક માટે યોજાનાર ચૂંટણીમાં અત્યાર સુધી 109 ફોર્મ ઉમેદવારો એ ઉપાડયા છે જેમાં 11સીટ તાલુકા પંચાયત તેમજ 15 સીટ માટે મામલતદાર કચેરી ખાતે થી ફોર્મ ઉપડયા હોવાની હકીકત બહાર આવી છે જ્યારે ગીરગઢડા તાલુકા પંચાયત ની 20 બેઠક માટે 87 ફોર્મ ઉપડયા છે ઉના ગીરગઢડા તાલુકા ની કુલ 11 જિલ્લા પંચાયત ની સીટ માટે 83 ફોર્મ ઉપડયા છે જેમાં ઉના તાલુકા ની 7સીટ મા 50 ફોર્મ ઉપડયા છે જ્યારે ગીરગઢડા જિલ્લા પંચાયત ની 4 બેઠક પર 33 ફોર્મ વિતરણ થયા હતા ઉના નગરપાલિકા વિસ્તારમાં આવેલા 9 વોર્ડ ની 36 બેઠક ની ચુંટણી યોજાનાર હોય જેમાં અત્યાર સુધી મા 103 ફોર્મ ઉપડયા હોવાની હકીકત બહાર આવી છે આમ નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની બેઠક પર ચૂંટણી લડવા મુરતિયા અને રાજકીય પાર્ટીઓ થનગની રહ્યા છે પરંતુ અત્યાર સુધી એક પણ ફોર્મ કોઈ ઉમેદવારે ચુંટણી અધિકારી સમક્ષ રજૂ કરેલ નથી ગીર પંથકમાં આવેલા બાણેજ ખાતે એક મહંત નો મત આવેલ છે ત્યાં ચુંટણી અધિકારી દ્વારા ખાસ મતદાન બુથ ની વ્યવસ્થા ઉભી કરાયેલ છે
હાલ ઉના ગીરગઢડા તાલુકા ની ચુંટણી માં ત્રણ વિભાગમાં તંત્ર ફોર્મ વિતરણ કરી રહ્યું છે જેમાં નગરપાલિકા વિસ્તારમાં પ્રાન્ત અધિકારી તેમજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી કચેરી એ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેમજ ગીરગઢડા તાલુકા પંચાયત માટે મામલતદાર કચેરી ખાતે ફોર્મ ઉપાડવા અને રજુ કરવા વ્યવસ્થા કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ